
ભારતના ઝડપથી વધી રહેલા ક્વિક કોમર્સ સેક્ટરમાં એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. બેંગલુરુ સ્થિત ક્વિક ડિલિવરી પ્લેટફોર્મ જુલાઈમાં અંદાજે ₹11,000 કરોડનો આઈપીઓ (IPO) લોન્ચ કરવાની તૈયારીમાં છે. PTIના અહેવાલ મુજબ, જો બધું જ યોજના મુજબ રહ્યું તો કંપની 31 જુલાઈ પહેલા શેરબજારમાં દસ્તક આપી શકે છે. આ લિસ્ટિંગની સાથે Zepto એવા પસંદગીના સ્ટાર્ટઅપ્સની હરોળમાં જોડાઈ જશે, જેમાં પહેલાથી જ Zomato અને Swiggy જેવા નામો જોડાયેલા છે.

Zeptoને ચાલુ મહિનાની શરૂઆતમાં જ માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી તેના IPO માટે મંજૂરી મળી ચૂકી છે. હવે કંપની ટૂંક સમયમાં જ અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP) ફાઈલ કરવા જઈ રહી છે. આ પહેલા ડિસેમ્બર 2025માં કંપનીએ કોન્ફિડેન્શિયલ રૂટ (ગોપનીય માર્ગ) દ્વારા IPOના દસ્તાવેજો સબમિટ કર્યા હતા.

UHM Vacation IPO : આ SME IPO 4 જૂને ખુલ્યો હતો અને 8 જૂને બંધ થવાનો છે. પ્રાઇસ બેન્ડ ₹157–₹166 છે, જેમાં 800 શેરનો લોટ સાઇઝ છે. અત્યાર સુધીમાં, IPO 0.66 વખત સબસ્ક્રાઇબ થયો છે, અને તેનો GMP ₹34 છે.(ફોટો ક્રેડિટ-Google)

હાલમાં કંપની 61 શહેરમાં 1,255 ડાર્ક સ્ટોર્સ ઓપરેટ કરે છે. આની સરખામણીમાં હરીફ કંપની Blinkit પાસે 243 શહેરમાં 2,222 સ્ટોર્સ છે. જો કે, Zeptoની ખાસિયત તેની પ્રતિ શહેર સ્ટોર ડેન્સિટી (ગીચતા) છે. કંપની પાસે સરેરાશ પ્રતિ શહેર 21 સ્ટોર્સ છે, જ્યારે હરીફો પાસે આ આંકડો અંદાજે 9 સ્ટોર્સનો છે. કંપની મેટ્રો શહેરોમાં પોતાના નેટવર્કને મજબૂત કરી રહી છે, જેથી ડિલિવરીનો સમય ઘટાડી શકાય, ઓર્ડરની ફ્રીક્વન્સી (આવર્તન) વધારી શકાય અને ગ્રાહકોની વફાદારી મજબૂત કરી શકાય.

વિશ્લેષકોનું માનવું છે ,કે આ મોડલ લાંબાગાળે વધુ સારું યુનિટ ઇકોનોમિક્સ આપી શકે છે. ટૂંકમાં, ઓછા વિસ્તરણ છતાં વધુ નફાની શક્યતા ઊભી થઈ શકે છે. Zeptoને રોકાણકારોનો પણ મજબૂત સાથ મળ્યો છે. ઓક્ટોબર 2025માં કંપનીએ 450 મિલિયન ડોલરનું ફંડિંગ એકત્ર કર્યું હતું. આ રાઉન્ડની આગેવાની California Public Employees' Retirement System દ્વારા કરવામાં આવી હતી. આ રોકાણ બાદ કંપનીનું વેલ્યુએશન 7 અબજ ડોલર પર પહોંચી ગયું છે.

આ પહેલા ઓગસ્ટ 2023માં કંપની યુનિકોર્ન બની હતી, જ્યારે તેણે Series E ફંડિંગમાં 200 મિલિયન ડોલર મેળવ્યા હતા અને ત્યારે તેનું મૂલ્યાંકન 1.4 અબજ ડોલર હતું. Zeptoનો આ IPO ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. રોકાણકારોની નજર હવે એ વાત પર રહેશે કે, શું કંપની લિસ્ટિંગ પછી પણ પોતાની આ જ તેજ રફતાર જાળવી રાખવામાં સફળ થાય છે કે નહીં?