
લોસ એન્જલસ ખાતે આયોજિત આ ઉત્સવ ઉત્તર અમેરિકાની ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના યોગી પટેલ, સેરીટોસ કોલેજ ફાઉન્ડેશનના અધ્યક્ષ પરિમલ શાહ,ફેશન શો ઓર્ગેનાઈઝર સ્મિતા વસંત અને આર્ટેશિયા ચેમ્બર ઓફ કોમર્સના શૈલા પટનાકર સંયુક્ત રૂપે આયોજન કરી રહ્યા છે. અમેરિકાના રાજકારણમાં ગુજરાતીઓનો દબદબો હંમેશા રહ્યો છે. ઓબામાંથી લઈ ક્લિન્ટન કે પછી ટ્રમ્પથી લઈ જો બાઇડેન સુધીના અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતીઓને પોતાના મંત્રી મંડળ કે પછી કોઈ મહત્વના પદ સોપાતા રહ્યા છે.. મળતી માહિતી મુજબ રિપબ્લિક પાર્ટી દ્વારા પણ ભારતીય મૂળના વિદેશી ઉદ્યોગકાર અને હોટેલિયર સહિત વિવિધ સંસ્થાઓ તેમજ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા યોગી પટેલ વોશિંગ્ટન ડીસી ખાતે મહત્વનું પદ કે સ્થાન મેળવી શકે છે.

આ અંગે ઉત્તર અમેરિકાની ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટીના ચેરમેન અને રિપબ્લિકન પાર્ટીના અગ્રણી આગેવાન યોગી પટેલ જણાવે છે કે કેલિફોર્નિયામાં ભારતીયજનોની નોંધપાત્ર વસ્તી છે. અહી ભારતીય તહેવારો ખૂબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવાય છે. હાલ ચૂંટણીને આંગળીના ગણી શકાય તેટલા દિવસો બાકી છે. ત્યારે ભારતીય સમુદાય બેવડી દિવાળી માનવે તેવો માહોલ છે. બહુમતી ભારતીય સમુદાય ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં છે. અને અમેરિકમાં ચૂંટણી પરિણામો પણ ટ્રમ્પની તરફેણ કરી રહ્યા છે. આ વખતે ભારતીય સમુદાય દિવાળીએ બેવડી ખુશી મનાવશે.
Published On - 8:52 pm, Fri, 25 October 24