પહેલા ₹50 લાખ બનાવવામાં 7 વર્ષ લાગશે, પણ પછીના 50 લાખ ઉમેરાશે માત્ર 3, 2 અને 1 વર્ષમાં! જાણો કમ્પાઉન્ડિંગના 7-3-2 નિયમની શક્તિ

રોકાણની શરૂઆતમાં પૈસા ધીમે-ધીમે વધે છે પરંતુ બાદમાં રોકાણથી જ રોકાણ વધવા લાગે છે. જાણો કમ્પાઉન્ડિંગનો 7-3-2 નિયમ કઈ રીતે 30,000 રૂપિયાની માસિક SIP થી તમને કરોડો રૂપિયાનો પોર્ટફોલિયો બનાવી આપી શકે છે.

| Updated on: Jul 22, 2026 | 9:35 PM
1 / 5
અવારનવાર રોકાણની શરૂઆત કરનારા લોકોને લાગે છે કે તેમના પૈસા ખૂબ જ ધીમી ગતિએ વધી રહ્યા છે. કેટલાક વર્ષો સુધી લાખો રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ પોર્ટફોલિયો ધાર્યા મુજબ દેખાતો નથી અને ઘણા લોકો વચ્ચેથી જ SIP બંધ કરી દે છે. પરંતુ આ જ એ સમય હોય છે જ્યારે ધૈર્ય સૌથી મોટું રોકાણ બની જાય છે. વાસ્તવમાં, કમ્પાઉન્ડિંગની અસલી અસર શરૂઆતના વર્ષોમાં નહીં, પરંતુ પછીના વર્ષોમાં જોવા મળે છે. આ જ કારણ છે કે રોકાણની દુનિયામાં '7-3-2 Rule' ને કમ્પાઉન્ડિંગની તાકાત સમજવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે.

2 / 5
જો કોઈ રોકાણકાર દર મહિને ₹30,000 ની SIP કરે અને દર વર્ષે SIP ની રકમમાં 10% નો વધારો (સ્ટેપ-અપ) કરે, તો પહેલા 50 લાખ રૂપિયા ભેગા કરવામાં આશરે 7 વર્ષ લાગે છે. પરંતુ ત્યારબાદ બીજા 50 લાખ માત્ર 3 વર્ષમાં અને ત્રીજા 50 લાખ માત્ર 2 વર્ષમાં ઉમેરાઈ જાય છે. એટલે કે સમય વિતવાની સાથે તમારી કમાણી કરતાં વધુ તમારા પૈસા તમારા માટે કામ કરવા લાગે છે.

3 / 5
FundsIndia ના રિસર્ચ મુજબ, જો કોઈ રોકાણકાર દર મહિને ₹30,000 ની SIP કરે અને દર વર્ષે SIP ની રકમમાં 10% નો વધારો કરે, તો પહેલા 50 લાખ રૂપિયા ભેગા કરવામાં આશરે 7 વર્ષ લાગે છે. પરંતુ ત્યારબાદ બીજા 50 લાખ માત્ર 3 વર્ષમાં અને ત્રીજા 50 લાખ માત્ર 2 વર્ષમાં ઉમેરાઈ જાય છે. એટલે કે સમય વિતવાની સાથે તમારી મહેનતની કમાણી કરતાં તમારા રોકાણ કરેલા પૈસા તમારા માટે વધુ ઝડપથી કામ કરવા લાગે છે.

4 / 5
શું છે કમ્પાઉન્ડિંગનો 7-3-2 નિયમ? આ નિયમ દર્શાવે છે કે રોકાણના શરૂઆતના વર્ષોમાં પોર્ટફોલિયોની ઝડપ ધીમી રહે છે, પરંતુ જેમ-જેમ સમય વધે છે તેમ-તેમ વળતર પર મળતું વળતર (કમ્પાઉન્ડિંગ) તમારી સંપત્તિને ઝડપથી વધારવા લાગે છે.

5 / 5
જો તમે દર મહિને ₹30,000 નું રોકાણ કરો છો અને SIP માં દર વર્ષે 10% નો વધારો કરો છો, તો પોર્ટફોલિયોની ગ્રોથ કંઈક આ પ્રકારે થઈ શકે છે: પહેલા ₹50 લાખ: આશરે 7 વર્ષ, બીજા ₹50 લાખ: માત્ર 3 વર્ષ, ત્રીજા ₹50 લાખ: આશરે 2 વર્ષ 1 મહિનો, ચોથા ₹50 લાખ: આશરે 1 વર્ષ 6 મહિના, પાંચમા ₹50 લાખ: આશરે 1 વર્ષ 3 મહિના, છઠ્ઠા ₹50 લાખ: આશરે 1 વર્ષ 1 મહિનો, સાતમા ₹50 લાખ: આશરે 11 મહિના, આઠમા ₹50 લાખ: આશરે 9 મહિના, નવમા ₹50 લાખ: આશરે 9 મહિના, દસમા ₹50 લાખ: આશરે 8 મહિના, એટલે કે શરૂઆતમાં જે 50 લાખ સુધી પહોંચવામાં 7 વર્ષ લાગ્યા હતા, તે જ રકમ આગળ જઈને એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ઉમેરાવા લાગે છે.

Follow Us