Post Office SCSS: માત્ર એકવાર રોકાણ અને વ્યાજમાંથી જ ₹2,46,000 ની કમાણી, જાણો આ સરકારી સ્કીમની વિગતો

પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) નિવૃત્તિ પછી નિયમિત આવકની સંપૂર્ણ ગેરંટી આપે છે. વાર્ષિક 8.2% ના વ્યાજ દરે રોકાણકારને દર વર્ષે ₹2.46 લાખ માત્ર વ્યાજ પેટે મળે છે.

| Updated on: Oct 25, 2026 | 7:23 PM
1 / 9
દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડી ઘણી બચત જરૂર કરે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારે છે જ્યાં તેમના નાણાં સુરક્ષિત રહેવાની સાથે સારું વળતર પણ મળે. બીજી તરફ, ઘણા લોકો નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પછીનું જીવન કોઈપણ નાણાકીય ચિંતા વગર વિતાવવા પર ધ્યાન આપે છે.

2 / 9
ખાસ કરીને આ હેતુ માટે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ (Govt Schemes) શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં વરિષ્ઠ નાગરિકો માટે ચલાવવામાં આવતી પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Post Office SCSS Scheme) ખાસ છે, જે નિવૃત્તિ પછી નિયમિત કમાણીની ગેરંટી આપે છે. જેમાં રોકાણ કરીને માત્ર વ્યાજ પેટે જ વાર્ષિક 2.46 લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે.

3 / 9
સરકાર આપી રહી છે આકર્ષક વ્યાજ: પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સની લોકપ્રિયતામાં મોટો ફાળો તેના પર મળતા ઉત્તમ વ્યાજનો છે. સરકાર રોકાણકારોને ખૂબ સારો વ્યાજદર આપી રહી છે. પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ્સ યોજના પર કોઈપણ બેંક FD કરતાં પણ વધુ એટલે કે વાર્ષિક 8.2% નો શાનદાર વ્યાજદર ઓફર કરવામાં આવી રહ્યો છે.

4 / 9
પોસ્ટ ઓફિસ સ્કીમની બીજી ખાસિયત એ છે કે તેમાં કરવામાં આવેલું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે, કારણ કે દરેક નાના-મોટા રોકાણ પર સરકાર ખુદ સુરક્ષાની ગેરંટી આપે છે. એટલે કે નાણાં ગુમાવવાની ચિંતા વગર તમે ઈચ્છો તેટલું રોકાણ કરીને સારો નફો મેળવી શકો છો.

5 / 9
આ યોજનામાં રોકાણની મર્યાદા: પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં ખાતું તમે કોઈપણ નજીકના પોસ્ટ વિભાગમાં જઈને ખોલાવી શકો છો. રોકાણ મર્યાદાની વાત કરીએ તો, સિંગલ એકાઉન્ટમાં એકસાથે 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે, જ્યારે આ યોજના જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ આપે છે, જેમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું એકમુશ્ત રોકાણ થઈ શકે છે. આ સરકારી સ્કીમમાં માત્ર 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે.

6 / 9
વય મર્યાદામાં ક્યાં-ક્યાં છૂટછાટ? આ સ્કીમ રિટાયરમેન્ટ પછી આર્થિક સુરક્ષા જાળવી રાખવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વય મર્યાદાની વાત કરીએ તો, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ અથવા પતિ/પત્ની સાથે જોઈન્ટ ખાતું ખોલાવી શકાય છે. આ ઉપરાંત વય મર્યાદામાં અમુક કિસ્સાઓમાં છૂટછાટ આપવાની પણ જોગવાઈ છે. VRS (સ્વૈચ્છિક નિવૃત્તિ) લેનાર વ્યક્તિ માટે ખાતું ખોલાવતી વખતે ઉંમર 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ, જ્યારે સંરક્ષણ (ડિફેન્સ) ક્ષેત્રમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરે પણ રોકાણ કરી શકે છે.

7 / 9
5 વર્ષનો પાકતી મુદત ગાળો, ટેક્સ છૂટનો લાભ:  પોસ્ટ ઓફિસની આ સ્કીમ ટેક્સમાં છૂટનો લાભ પણ આપે છે. SCSS માં રોકાણ કરનાર વ્યક્તિને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીની કરમુક્તિ મળે છે. તેમાં રોકાણ માટેનો પાકતી મુદત ગાળો (મેચ્યોરિટી પીરિયડ) 5 વર્ષનો છે, એટલે કે આ સ્કીમનો સંપૂર્ણ લાભ લેવા માટે 5 વર્ષ સુધી રોકાણ જાળવી રાખવું પડે છે. જો રોકાણકાર નિર્ધારિત સમય પહેલાં ખાતું બંધ કરે, તો નિયમો મુજબ ખાતાધારકને પેનલ્ટી ચૂકવવી પડે છે.

8 / 9
દર વર્ષે 2.46 લાખ રૂપિયા પાક્કા:  હવે નફાનું ગણિત સમજીએ: જો કોઈ વ્યક્તિ નિર્ધારિત વય મર્યાદા મુજબ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવે છે અને તેમાં એકસાથે 30 લાખ રૂપિયાની મહત્તમ રકમ જમા કરાવે છે, તો પોસ્ટ ઓફિસ SCSS ના 8.2% વ્યાજદર મુજબ તેને વાર્ષિક માત્ર વ્યાજ પેટે જ 2,46,000 રૂપિયાની આવક થશે. આ રકમ સમગ્ર 5 વર્ષ સુધી એટલે કે મેચ્યોરિટી સુધી સતત મળતી રહેશે. ત્યારબાદ રોકાણ કરેલી 30 લાખ રૂપિયાની મૂળ રકમ પણ પાછી મળી જશે.

9 / 9
બીજો મોટો ફાયદો એ છે કે વાર્ષિક વ્યાજની આ આવક રોકાણકાર ઇચ્છે તો દર 3 મહિને (ત્રિમાસિક) પણ મેળવી શકે છે. આ હિસાબે દર 3 મહિને 61,500 રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસ SCSS રોકાણની વિશેષતા એ પણ છે કે એકવાર રોકાણ કર્યા પછી તમારી સંપૂર્ણ મેચ્યોરિટી અવધિ સુધી એ જ વ્યાજદર લાગુ રહે છે, ભલે સરકાર આગળ જતાં ત્રિમાસિક રિવ્યૂમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરે.

Follow Us
Loading...
Unable to load recommendations.