ભીષણ ગરમીમાં પોર્ટેબલ AC કે ટાવર કુલર, તમારા ઘર માટે શું ખરીદવું ફાયદાકારક?

ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે કુલિંગ ડિવાઇસ તરફ વળી રહ્યા છે. ખાસ કરીને પોર્ટેબલ AC અને ટાવર એર કુલર વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ બની રહી છે. જો તમે પણ ઓછી કિંમત અને શ્રેષ્ઠ કુલિંગના મૂંઝવણમાં હોવ, તો આ અહેવાલ તમારા માટે જ છે.

| Updated on: May 04, 2026 | 7:52 PM
1 / 5
ભારતમાં હાલમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે કુલિંગ ડિવાઈસીસની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. જે લોકો ઘરના કોઈ પણ ખૂણે સરળતાથી લઈ જઈ શકાય તેવા વિકલ્પની શોધમાં છે, તેમની પાસે મુખ્ય બે ઓપ્શન છે: પોર્ટેબલ AC અને ટાવર એર કુલર. પરંતુ આ બંનેમાંથી તમારા ખિસ્સા અને ઘર માટે કયું શ્રેષ્ઠ છે, ચાલો જાણીએ.

2 / 5
કુલિંગમાં કોણ મારશે બાજી?: કુલિંગ પરફોર્મન્સની વાત કરીએ તો બંનેની કાર્યશૈલી અલગ છે: ટાવર એર કુલર: તે હવાને ખૂબ ઝડપથી એક જ દિશામાં ફેંકે છે, જેથી તેની સામે બેઠેલી વ્યક્તિને તરત ઠંડક મળે છે. જોકે, તે આખા રૂમને જલ્દી ઠંડો કરી શકતું નથી. ખાસ કરીને વધુ ભેજવાળા વિસ્તારોમાં તેની અસર ઓછી થઈ જાય છે. પોર્ટેબલ AC: તે વાસ્તવિક એસીની જેમ જ કમ્પ્રેસર અને ગેસની મદદથી રૂમનું તાપમાન ઘટાડે છે. તેની કુલિંગ વધુ અસરકારક અને ઝડપી હોય છે. જોકે, તેમાં એક એક્ઝોસ્ટ પાઇપ બારીની બહાર લગાવવી જરૂરી છે.

3 / 5
સંપૂર્ણ સફાઈ કરો : કૂલરના પંખા, રક્ષણાત્મક ગ્રિલ અને મોટરની આસપાસ ધૂળનો સંચય અવાજનું એક સામાન્ય કારણ છે. તેથી, કુલરને બંધ કરો, તેને અનપ્લગ કરો અને ધૂળ સાફ કરવા માટે સૂકા કપડા અને બ્રશનો ઉપયોગ કરો. ઘણીવાર, સારી સફાઈ પછી અવાજ નોંધપાત્ર રીતે ઓછો થઈ જાય છે.(ફોટો ક્રેડિટ-Google)

4 / 5
કિંમત અને બજેટનું ગણિત: ટાવર એર કુલર 6,000 થી 14,000 રૂપિયાની આસપાસ મળી રહે છે, જે બજેટ ફ્રેન્ડલી છે. પોર્ટેબલ AC માટે તમારે 25,000 થી 35,000 રૂપિયા ખર્ચવા પડી શકે છે. આ કિંમતે ઘણા લોકો સ્પ્લિટ એસી લેવાનું પણ પસંદ કરતા હોય છે.

5 / 5
તમારે શું ખરીદવું જોઈએ? જો તમારું બજેટ ઓછું છે, રૂમ નાનો છે અને તમે વીજળી બચાવવા માંગો છો, તો ટાવર એર કુલર એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જો તમને ઝડપી અને પૂરેપૂરી ઠંડક જોઈએ છે અને બજેટની કોઈ ચિંતા નથી, તો પોર્ટેબલ AC તમારા માટે યોગ્ય છે.

Follow Us