સુરતના પિંજરત વિસ્તારમાં મંત્રી મુકેશ પટેલની હાજરીમાં 135 કરોડના વિકાસ પ્રકલ્પોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

|

Mar 09, 2024 | 11:31 PM

ઓલપાડ તાલુકાના દિહેણ ગામેથી સુ.જિ.પં.ની પિંજરત સીટમાં સમાવિષ્ટ કુલ 135  કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું વન,પાણી પુરવઠા અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

1 / 5
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે 58 કરોડના ખર્ચે તાપી આધારિત વરીયાવ સુધારણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ઓલપાડ તાલુકાના 19 ગામોને પાણી પુરવઠો પુરો પાડવા માટેની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. દરિયા કાંઠાના ખારપાટના વિસ્તારોને પાણી પુરવઠો પુરો પાડવા માટે રાજય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવી ઝડપથી વધી રહેલી વસ્તીને ધ્યાને લઈને ગામોની અંદાજીત વસ્તીનો સર્વે કરીને વિગતો આપવા સરપંચોને અનુરોધ કર્યો હતો.

2 / 5
પ્રોટેકશન વોલ,પ્રધાનમંત્રી આવાસ,ગ્રામ પંચાયત ભવન,પાણીની લાઈન તથા સંપ,વરસાદી પાણીના નિકાલ માટે અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનના કામો,સ્ટ્રીટ લાઈટ, કેમેરા વીથ પીએ સિસ્ટમ,આંગણવાડી, પ્રા.આ.કેન્દ્ર મળી કુલ રૂપિયા 135 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં તા.પં. પ્રમુખ-ઉપપ્રમુખ,ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, મહામંત્રી સુનિલ પટેલ,ન્યાય સમિતિ ચેરમેન લાલુ પાઠક,કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ,વિવિધ ગામોના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

3 / 5
15 માં નાણાપંચ હેઠળ 1.15  કરોડ તથા ગ્રામ્ય કક્ષાના નાણાપંચના 1.25 કરોડ અને તાલુકા પંચાયત સ્વભંડોળ 50 લાખ,2 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લવાછા-આડમોર રોડ, ડભારી ગામે દરિયા કિનારા તરફ જતો રસ્તો 5.90 કરોડ,તેના-બરબોધન રોડ 2.10 કરોડ,સરસથી સિધ્ધનાથ મહાદેવ મંદિર તરફ જતો રસ્તો 1,30 કરોડ.

4 / 5
ઓલપાડ-કુદીયાણા રોડથી કુવાદ ગામને જોડતો રોડ 1.30 કરોડ,દિહેણ- અરીયાણા રોડથી નહેર ઉપર ખોસાડિયા ગામનો ડામર રોડ 1.56 કરોડ, કુદિયાણા ઓલપાડ રોડથી કાસલા ખુર્દને જોડતો ડામર 1.90 કરોડ, કાછોલથી રાજહંસ સુધીનો ડામર રોડ 30  લાખ તથા દિહેણ ગ્રામ પંચાયત ઘર 17 લાખ અને છીણી ગ્રામ પંચાયત ઘર 17 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

5 / 5
કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ વિકાસ કામોનું લોકાપર્ણ કરાયું જેમાં આડમોર ગામે 20 લાખના ખર્ચે પ્રોટેક્સન વોલ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 5.11 કરોડના ખર્ચે કુલ 146 નવનિર્મિત આવાસો પૈકી બરબોધન ગામે 45,તેના ગામે 20,દિહેણ ગામે 49, અરીયાણા 25 અને સેગવાછામા ગામે 7 આવાસો તથા ટુંડા ગ્રામ પંચાયત ઘર 17 લાખના ખર્ચે નિર્માણ થયેલ વિકાસ કામોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

Next Photo Gallery