
બીએમડબલ્યુ 7 સીરિઝની જેમ રેન્જ રોવર સેન્ટિલ પણ ફ્લૈટ ટાયર પર 80 કિમી પ્રતિ કલાકેની સ્પીડથી દોડી શકેછે. આ કારમાં 5 લિટર સુપરચાર્જ્ડ V8 એન્જિન છે જે 375bhpનો પાવર જનરેટ કરે છે. આ કારની ટોપ સ્પીડ 193kmph છે અને આ કારને 0 થી 100ની સ્પીડ પકડવામાં 10.4 સેકન્ડનો સમય લાગે છે.

મીડિયા રીપોર્ટ મુજબ પીએમ મોદી BMW 7 સીરિઝ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી અધિકારિક કાર હતી.આ ગાડીની બોડીએવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, આ કાર AK-47 રાઈફલના હુમલાનો પણ આસાનીથી સામનો કરી શકે છે. માત્ર AK-47ના હુમલાથી જ નહિ પરંતુ બીએમડબલ્યુ કંપનની આ લગ્ઝરી કાર પર ગ્રેનેડ હુમલો પણ કાંઈ અસર કરતો નથી.

બેલેસ્ટિક પ્રોટેક્શન ઉપરાંત, આ વાહનમાં ખાસ ડિઝાઇન કરાયેલા ટાયર આપવામાં આવ્યા છે, જો ટાયર ડેમેજ પણ થઈ જાય છે તો કારને 80 કલાકની સ્પીડથી પણ ચલાવી શકાય છે. આ વાહનમાં 6 લિટર V12 એન્જિન છે જે 544bhp પાવર અને 750Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની સ્પીડ 210kmph છે અને આ કારને 0 થી 100ની સ્પીડ પકડવા માટે 6.2 સેકન્ડનો સમય લાગે છે.

આ સિવાય આ ગાડીને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, હુમલા સમયે કારમાં આગ લાગવાનો પણ ભય નથી. આ ગાડીમાં જામર,ઈમરજન્સી માટે ઓક્સિજન તેમજ સેટેલાઈટ ફોન પણ હોય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ કારની કિંમત લગભગ 12.5 કરોડ રૂપિયા હોઈ શકે છે.

આ ઑફ-રોડર એસયુવી સાથે, પીએ મોદી 2019માં પહેલીવાર સ્વતંત્રતા દિવસના અવસર પર ભાષણ આપવા માટે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. આ વાહનમાં 4.5 લિટર V8 એન્જિન છે જે 260bhp પાવર અને 650Nm ટોર્ક જનરેટ કરે છે.