Business Idea: મહિને રમતા-રમતા ₹30,000 થી 35,000 કમાશો ! શરૂ કરો PM મોદીની ફેવરિટ ‘બંગાળી ઝાલમુરી’નો વ્યવસાય

પશ્ચિમ બંગાળમાં વર્ષ 2026ની ચૂંટણીમાં જ્યારે PM મોદીએ બંગાળની મુલાકાત લીધી, ત્યારે તેમણે ત્યાંના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ 'ઝાલમુરી'નો આનંદ માણ્યો હતો. વડાપ્રધાન દ્વારા આ સ્ટ્રીટ ફૂડની પ્રશંસા કરવામાં આવી અને ઝાલમુરીની લોકપ્રિયતા આખા દેશમાં વધી ગઈ છે. આ જ કારણ છે કે, આજે ઝાલમુરીનો બિઝનેસ શરૂ કરવો એ બ્રાન્ડિંગની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે.

| Updated on: May 05, 2026 | 3:29 PM
1 / 6
ઝાલમુરીનો બિઝનેસ શરૂ કરવો એ ખૂબ જ નફાકારક અને સરળ આઈડિયા છે, કારણ કે તેમાં કોઈ ખાસ કુકિંગ સ્કિલ્સની જરૂર પડતી નથી. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા કોલેજ જેવા ગીચ વિસ્તારો પસંદ કરવા જોઈએ, જ્યાં લોકો હળવા નાસ્તાની શોધમાં હોય છે.

2 / 6
જો સાધનોની વાત કરીએ તો, એક નાની લારી અથવા ફરતા સ્ટોલની સાથે મમરા સુરક્ષિત રાખવા માટે સ્ટીલના ડબ્બા, મિક્સિંગ બાઉલ અને શાકભાજી સુધારવા માટે છરી (ચપ્પુ) જેવા સામાન્ય સાધનોની જરૂર પડે છે. બંગાળી સ્વાદ જાળવવા માટે સરસવનું તેલ અને ખાસ મસાલાનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.

3 / 6
આ 'સ્ટ્રીટ ફૂડ' મમરા, સરસવનું તેલ અને મસાલાના ખાસ મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. આની ખાસિયત તેનો તીખો, ખાટો અને હળવો મસાલેદાર સ્વાદ છે, જે દરેક બાઈટમાં અલગ જ મજા આપે છે. ઝાલમુડી બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં મમરા લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, બાફેલા બટાકાના નાના ટુકડા અને થોડી લીલી કોથમીર નાખો. હવે તેમાં શેકેલા ચણા, સીંગદાણા અને ઈચ્છો તો સેવ પણ ઉમેરી શકો છો, જેનાથી તેનો ક્રંચ વધી જાય છે. આ બધી વસ્તુઓ ઝાલમુડીના સ્વાદને વધુ મજેદાર બનાવે છે.

4 / 6
ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને સૌથી જરૂરી સરસવનું થોડું તેલ નાખો. સરસવનું તેલ જ ઝાલમુડીને તેનો અસલી બંગાળી ટેસ્ટ આપે છે. સાથે જ તેમાં થોડો લીંબુનો રસ નાખો, જેનાથી તેની ખટાશ વધી જાય છે. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો, જેથી દરેક દાણા પર મસાલાનું કોટિંગ થઈ જાય. ઝાલમુડી બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, તેને તરત જ સર્વ કરો. વધારે વાર સુધી રાખવાથી મમરા નરમ થઈ જાય છે અને તેનો અસલી ક્રંચ ખતમ થઈ જાય છે.

5 / 6
આ બિઝનેસમાં રોકાણની વાત કરીએ તો, તમે માત્ર ₹10,000 થી ₹20,000 ની નાની મૂડી સાથે તેની શરૂઆત કરી શકો છો. આમાં લારી અને શરૂઆતનો કાચો માલ આવી જાય છે. આવકની દ્રષ્ટિએ આ ઘણો ફાયદાકારક સોદો છે. જો તમે રોજની 100 પ્લેટ ₹20 લેખે વેચો, તો દૈનિક ₹2,000 ની આવક થાય છે. ખર્ચ બાદ કરતાં રોજનો ₹800 થી ₹1000 અને મહિને ₹25,000 થી ₹35,000 સુધીનો નફો આરામથી મેળવી શકાય છે.

6 / 6
માર્કેટિંગ માટે સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું અને "કોલકાતા સ્પેશિયલ" જેવું આકર્ષક નામ રાખવું, જે ગ્રાહકોને ખેંચી લાવવામાં મદદરૂપ થાય છે. સોશિયલ મીડિયા પર મેકિંગ વીડિયો શેર કરીને અને નાના કોમ્બો ઓફર્સ આપીને તમે આ બિઝનેસને ખૂબ જ ઝડપથી વિસ્તારી શકો છો.

Follow Us