
બારમાસીના છોડને આપણે ઘરે સરળતાથી ઉગાડી શકીએ છીએ. આ છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

છાણિયું ખાતર અને કોકોપીટ ઉમેરી માટી તૈયાર કરી લો. હવે આ તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી લો. બારમાસીના છોડને બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ ખરીદીને ઉગાડી શકો છો.

કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યાર બાદ તેમાં પાણી નાખો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન આપો.

છોડમાં વધારે પાણી આપશો તો તેના મૂળ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે. તેમજ આ છોડના કૂંડાને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. ( All Image - Getty Image )

છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )