Plant In Pot : ઘરે કૂંડામાં જ ઉગાડો ગુણકારી ગાજરનો છોડ, બજારમાંથી ખરીદવા નહીં પડે, જુઓ તસવીરો

|

Jul 10, 2024 | 4:59 PM

ગાજર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. તેથી તેનું સેવન સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો આજે એવા ગુણકારી ગાજરને ઘરે કૂંડામાં કેવી રીતે ઉગાડવુ તે જોઈશુ.

1 / 5
વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનમાં વિવિધ શાકભાજી ઉગાડવાનો શોખ ધરાવે છે. ત્યારે આજે આપણે ગાજરના છોડને ઘરે કૂંડામાં કેવી રીતે ઉગાડી શકાય તે જાણીશું.

2 / 5
ગાજરનો છોડ ઉગાડવા માટે સૌ પ્રથમ સારી ગુણવત્તાવાળા બીજ નર્સરીમાંથી લાવી શકો છો. આ પછી કૂંડામાં માટી નાખો અને તેમાં છાણિયુ ખાતર મિક્સ કરો.

3 / 5
હવે ગાજરના બીજને કૂંડામાં 1/4 ઈંચની ઊંડાઈએ વાવો. ધ્યાનમાં રાખો કે ગાજરના બીજ એકબીજાથી ઓછામાં ઓછા 15 સે.મી.ના અંતરે હોય.

4 / 5
આ પછી બીજ મુકી તેના પર માટી નાખો અને પાણી પીવડો. બીજ અંકુરિત ન થાય ત્યાં સુધી સમયાંતરે છોડને જરૂર મુજબ પાણી આપતા રહો. જેના કારણે તેમાં ભેજ રહેશે.

5 / 5
ગાજરના છોડ 15-30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સારી રીતે વિકસે છે, તેથી તે ઠંડા હવામાનમાં સરળતાથી વધે છે.ગાજરના બીજને અંકુરિત થવામાં લગભગ 7-21 દિવસ લાગે છે. જેથી ગાજરના બીજ રોપ્યા પછી, લગભગ 2-3 મહિનામાં તૈયાર થઈ જાય છે. ( Pic - Gardener's Path )

Next Photo Gallery