
જો કોઈ પરિવારમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર વિધિ-વિધાનથી નથી થતા તો પૂર્વજોની આત્મા તૃપ્ત નથી થતી અને તેઓ તેમના વંશજોને કષ્ટ આપે છે. જેને પિતૃ દોષ કહે છે.

પિતૃદોષ લાગવાથી વ્યક્તિને તમામ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. જેમને લગ્નમાં વિલંબ, ઘરમાં કોઈનું અકાળે અવસાન, બીમારીઓ અને આર્થિક તંગી જેવી મુશ્કેલીઓ આવે છે.

પિતૃદોષ થી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષમાં તેનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ જરૂર કરવુ જોઈએ.

પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃપક્ષ સૌથી ઉત્તમ સમયગાળો ગણાય છે.

ગરુડ પુરાણ અનુસાર પિતૃદોષ માત્ર કેટલાક વર્ષો સુધી નહીં પરંતુ જો તેનુ નિવારણ ન થાય તો પેઢી દર પેઢી સુધી ચાલે છે.

એટલુ જ નહીં પિતૃદોષનો પ્રભાવ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવાર પર જોવા મળે છે.

પુરાણો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ અનુસાર પિતૃદોષ સાત પેઢી સુધી ચાલે છે. જે કોઈપણ વ્યક્તિના કર્મોના આધારે લાગે છે.

જ્યાં પિતૃદોષ 7 પેઢી સુધી પ્રભાવિત કરે છે, ત્યાં પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કર્મ સામાન્ય રીતે ત્રણ પેઢીના પૂર્વજો દ્વારા કરવામાં આવે છે. જેમા પિતા, દાદા અને પરદાદા સામેલ હોય છે.