
માઈકલ ફિલિપ વુડની વાત કરીએ તો તેનો જન્મ 10 મે 1980ના રોજ ન્યુઝીલેન્ડમાં થયો હતો. માઈકલ વુડ લેબર પાર્ટીના રાજકારણી અને ન્યુઝીલેન્ડ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. તેઓનો કાર્યકાળ વર્ષ 2016થી વર્ષ 2023નો હતો.

માઈકલ વુડે ગૃપ ડિસ્કશનમાં કહ્યું કે, ભારત ઘણું જ નવું અને અલગ છે, તેના જેવા દેશ બીજા ક્યાંય નથી. ભારત રમતગમત, વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધ્યું છે. તેમણે ગુજરાતી ફૂડ અને કલ્ચર વિશે પણ વાત કરી હતી.