
આ ઉપરાંત, શિયાળામાં હંમેશા શ્વાનને હૂંફાળું પાણી પીવડાવવાનું ધ્યાન રાખવું જોઈએ જેથી ડિહાઇડ્રેશન ન થાય. ઠંડીના દિવસોમાં શ્વાન સામાન્ય કરતાં ઓછું પાણી પીવે છે, જેના કારણે પાચન અને ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ભૂલથી પણ ઓવરફીડિંગ ન કરો, સંતુલિત માત્રામાં અને પોષક તત્ત્વોથી ભરપૂર આહાર આપવો જ શ્રેષ્ઠ રીત છે.

યોગ્ય અને પૌષ્ટિક આહારથી તમારો શ્વાન આખી શિયાળામાં ફિટ, ઉર્જાવાન અને ખુશ રહેશે. એટલે શિયાળો શરૂ થતા જ તેના ડાયટ પ્લાનમાં જરૂરી ફેરફારો કરો અને સ્વસ્થ ખોરાક દ્વારા તેની તાકાત અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની કાળજી લો.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)