
શાંતીથી લોકોને મળતા શીખવો : શ્વાન અજાણ્યા લોકોને જુએ ત્યારે ઘણીવાર ભસવા, કૂદવા અથવા ચઢવાનો પ્રયાસ કરે છે. આ ટાળવા માટે તેમને સમાજીકરણ શીખવો. કોઈ અજાણી વ્યક્તિ સામે તેમને ધીમેથી તમારી પાસે બોલાવો અને શાંત રહેવા બદલ ટ્રીટ આપો. આ ટેવ તેમને ઘરમાં તેમજ જાહેર સ્થળોએ નિયંત્રિત વર્તન શીખવશે.

ખોરાક માટે ધીરજ રાખતા શીખવો : જો શ્વાનની દરેક માંગ તરત પૂર્ણ કરશો, તો તે જિદ્દી બનશે. તેથી તેમને ધીરજ રાખવાનું શીખવો. ખોરાક આપતા પહેલા થોડા સેકન્ડ સુધી રાહ જોવાનું કહો. વારંવાર આવું કરતાં તેઓ ધીમે-ધીમે ધીરજવંત અને શાંત બનવા લાગશે.

દૈનિક કસરત અને અન્ય પ્રવૃત્તિ : શ્વાનની ઉર્જા જેટલી વધારે હોય તેટલું તે ચંચળ બનવાની શક્યતા હોય છે. તેથી દરરોજ તેના માટે દોડવું, રમવું અથવા હળવી કસરત જેવી પ્રવૃત્તિઓ જરૂરી છે. આ તેની વધારાની ઉર્જાને ખપાવવામાં મદદ કરશે અને તેને માનસિક શાંતિ આપશે. પરિણામે, શ્વાન વધુ સમય સુધી શાંત અને આરામદાયક રહેશે.
Published On - 6:24 pm, Sat, 6 December 25