Peepal Leaf Benefits : ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

|

Dec 17, 2024 | 8:00 PM

હિંદુ ધર્મમાં પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. આ વૃક્ષની પૂજા કરવાથી-પ્રદક્ષિણા કરવાથી અનેક દુ:ખ દૂર થાય છે તેવી માન્યતા છે. પરંતુ પીપળાના પાન પણ આરોગ્યલક્ષી છે. સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જાણો પીપળાના પાનનુ સેવન કરવાથી શરીરના કયા કયા રોગની નાબૂદી થાય છે.

1 / 9
આયુર્વેદિક ગ્રંથો અનુસાર પીપળાના ઝાડ અને તેના પાંદડામાં ઘણા ગુણો રહેલા છે. આ ઝાડના પાન પિત્ત અને કફ જેવા રોગોથી રાહત અપાવવામાં કારગર સાબિત થાય છે. આ સમસ્યાઓથી પીડાતા લોકોએ પીપળાના પાનનો ઉકાળો કરવો  જોઈએ. આ ઝાડના પાનનો ઉકાળો પીવાથી આ રોગોમાં રાહત મળશે.

2 / 9
પીપળાના પાનનો ઉકાળો બનાવવો ખૂબ જ સરળ છે. કેટલાક પાંદડા લો અને તેને સારી રીતે સાફ કરો. ત્યાર બાદ એક વાસણમાં પાણી ગરમ કરવા માટે રાખો અને તેની અંદર પીપળાના પાન નાખો. આ પાણીને સારી રીતે ઉકાળો. તેમાં આદુ અને લવિંગ પણ ઉમેરી શકાય છે. પાણી બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરીને ગાળી લો. તેને થોડું ઠંડુ કરીને સેવન કરો.આ ઉકાળો પીવાથી ઘણા રોગો મટે છે.

3 / 9
તમારા લોહીને શુદ્ધ કરવા માટે પીપળાના પાનનો ઉપયોગ ફાયદા કારક છે. તેથી રોજ પીપળાના પાન ચાવવા. પીપળાના પાન ચાવવાથી લોહી સાફ થાય છે. પાંદડા ચાવવાને બદલે તમે તેનો રસ પણ પી શકો છો.

4 / 9
એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ પીપળાના પાનનો ઉકાળો પીવાથી અસ્થમાની અસર ઓછી થાય છે. અસ્થમાની સારવાર માટે પીપળાના પાનનો રસ અને તેના ફળના પાવડરનું સેવન કરો. આનું સેવન કરવાથી અસ્થમા મટે છે.

5 / 9
કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાથી પીડાતા લોકોએ પીપળાના પાનનો રસ જરૂર પીવો. પીપળાના પાનનો રસ પીવાથી પેટ સ્વસ્થ રહે છે અને કબજિયાત અને એસિડિટીથી રાહત મળે છે. આ રોગોથી પીડિત લોકોએ રાત્રે સૂતા પહેલા પીપળાના પાનનો રસ પાણીમાં ભેળવીને પીવો જોઈએ.

6 / 9
જો તમે પીપળાના પાન ખાઓ છો તો તેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આયુર્વેદ અનુસાર જો ડાયાબિટીસના દર્દીઓ પીપળાના પાનને ઉકાળીને તેનો રસ પીવે છે, તો તે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે

7 / 9
જો તમે હૃદય રોગના જોખમને ઓછું કરવા માંગો છો, તો પીપળાના પાનનું સેવન શરૂ કરો. તેમાં રહેલા પોષક તત્વો હૃદયને સ્વસ્થ રાખે છે અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.

8 / 9
પીપળાના પાન ફેફસાંને સ્વસ્થ રાખવામાં અને શ્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ધ્યાન રાખો કે જો પીપળાના પાનને યોગ્ય રીતે ખાવામાં આવે તો જ તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે.

9 / 9
કિડનીની સારી કામગીરી જાળવવા માટે, તમે પીપળાના પાનનું સેવન શરૂ કરી શકો છો. પીપળાના પાન રોજ ખાવાથી કીડની સ્વસ્થ રહે છે.  નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.

Published On - 7:55 pm, Tue, 17 December 24

Next Photo Gallery