આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ ‘મગફળી’, નહીં તો લેવાના દેવા પડી જશે

'મગફળી' ખાવાનું લગભગ દરેકને પસંદ હોય છે. પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને ફાઈબરથી ભરપૂર હોવાના કારણે જ તેને સ્વાસ્થ્ય માટે સુપરફૂડ માનવામાં આવે છે. આ બધા વચ્ચે શું તમે જાણો છો કે, દરેક વ્યક્તિ માટે 'મગફળી' ફાયદાકારક નથી હોતી? કેટલાંક લોકો માટે 'મગફળી' ખાવી એ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

| Updated on: Oct 02, 2026 | 3:52 PM
1 / 7
'મગફળી' ખાવાનું લગભગ દરેકને પસંદ હોય છે. પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને ફાઈબરથી ભરપૂર હોવાના કારણે જ તેને 'હેલ્થ' માટે સુપરફૂડ માનવામાં આવે છે.

2 / 7
તાજેતરની હેલ્થ એડવાઇઝરી અનુસાર, મગફળી દરેક વ્યક્તિ માટે વરદાન નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, કેટલીક ચોક્કસ સ્વાસ્થ્ય સ્થિતિઓમાં મગફળીનું સેવન ફાયદાને બદલે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

3 / 7
મગફળીની એલર્જી સૌથી સામાન્ય અને ખતરનાક માનવામાં આવે છે. એવામાં જે લોકોને આનાથી એલર્જી છે, તેમને આ ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, ઝાડા અથવા શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ શકે છે. આવા દર્દીઓને મગફળી અથવા તેનાથી બનેલી વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

4 / 7
'મગફળી' આમ તો પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ તેમાં કૅલરી અને ફેટનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અથવા સ્થૂળતાથી પીડાઈ રહ્યા છો, તો તેનું વધુ પડતું સેવન તમારું 'કેલરી કાઉન્ટ' બગાડી શકે છે, જેનાથી વજન ઘટવાને બદલે વધી શકે છે.

5 / 7
સામાન્ય મગફળીમાં સોડિયમ ઓછું હોય છે પરંતુ બજારમાં મળતી મોટાભાગની મગફળી 'રોસ્ટેડ અને સોલ્ટેડ' (ખારી) હોય છે. મીઠાનું આ વધારાનું સેવન બ્લડ પ્રેશર અચાનક વધારી શકે છે, જે હૃદયના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે.

6 / 7
મગફળીમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધુ અને ઓમેગા-3નું પ્રમાણ ઓછું હોય છે. શરીરમાં આ ફેટી એસિડ્સનું અસંતુલન સોજાને પ્રોત્સાહન આપી શકે છે. એવામાં જે લોકો પહેલાથી જ સાંધાના દુખાવા અથવા શરીરમાં સોજાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, તેમણે તેના સેવનમાં સાવધાની રાખવી જોઈએ.

7 / 7
મગફળીમાં ફાયટિક એસિડ મળી આવે છે. આ તત્વ શરીરમાં જરૂરી મિનરલ્સ જેવા કે ઝિંક, આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમના અવશોષણ (Absorption) ની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે. તેના વધુ પડતા સેવનથી શરીરમાં આ મહત્વપૂર્ણ પોષક તત્વોની ઊણપ થઈ શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.