
2023માં પારુલ શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 2ના ફિનાલેમાં જોવા મળી. તેમણે આત્મવિશ્વાસપૂર્વક પોતાની કંપનીના ભાવિ વેચાણ અને દ્રષ્ટિ રજૂ કરી. આ તેમની દૃઢતા જોઈને શાર્ક અમિત જૈને તેમને ₹1 કરોડ માટે 2% ઇક્વિટીની ઓફર આપી. આ રોકાણથી નિશ હેરને વધુ મજબૂતી મળી અને કંપનીનું મૂલ્યાંકન ઝડપથી વધતું ગયું.

પારુલએ એક પોડકાસ્ટમાં જણાવ્યું કે ‘નિશ હેર’નો વિચાર તેમને કીપિંગ અપ વિથ ધ કાર્દાશિયન્સ શો જોતી વખતે આવ્યો. ક્લો કાર્દાશિયનને હેર એક્સટેન્શન વિશે વાત કરતા જોઈને તેમને સમજાયું કે ભારતમાં આ ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ છે, અને એ જ ક્ષણે તેમણે નક્કી કર્યું કે તેમનો પહેલો બિઝનેસ આ જ ક્ષેત્રમાં હશે.

આજે પારુલ માત્ર કરોડોની કંપની સંચાલિત કર્યા થી સંતુષ્ટ નથી. તાજેતરના ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે તેમનું અંતિમ લક્ષ્ય અબજોપતિ બનવાનું છે. તેમની માન્યતા છે કે મહેનત, દ્રષ્ટિ અને સતત પ્રગતિ સાથે કોઈપણ લક્ષ્ય અપ્રાપ્ત્ય નથી રહેતું.