Jio-Airtel કે Vi નહીં, પાકિસ્તાનીઓ કરે છે આ નેટવર્કનો ઉપયોગ…

ભારતમાં Jio, Airtel, VI પ્રભાવી છે, તેમ પાકિસ્તાનમાં મુખ્ય ટેલિકોમ કંપની અલગ છે. મહત્વનું છે કે આ વચ્ચે આપડે પાકિસ્તાનની સૌથી મોટી ટેલિકોમ કંપની વિશે પણ જાણીશું.

| Updated on: Dec 25, 2025 | 8:30 PM
1 / 5
ભારતમાં Reliance Jio, Airtel અને Vodafone Idea (VI) જેવી મોટી ટેલિકોમ કંપનીઓનું પ્રભુત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં લોકો કઈ ટેલિકોમ કંપનીના નેટવર્કનો સૌથી વધુ ઉપયોગ કરે છે? ઘણા લોકોને હજુ પણ પાકિસ્તાનની ટોચની ટેલિકોમ કંપની વિશે સ્પષ્ટ જાણકારી નથી.

2 / 5
ભારતમાં જેમ Jio, Airtel અને VI મુખ્ય ખાનગી ટેલિકોમ ખેલાડીઓ છે, તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ કેટલીક મોટી ટેલિકોમ કંપનીઓ કાર્યરત છે. પાકિસ્તાનમાં લોકો મુખ્યત્વે Jazz, Zong, Telenor અને Ufone જેવી કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરે છે. પરંતુ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યાના આધાર પર જોવામાં આવે તો Jazz પાકિસ્તાનની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

3 / 5
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં Jazz પ્રથમ ક્રમે છે. Jazz પછી Telenor બીજા ક્રમે, Zong ત્રીજા ક્રમે, Ascom ચોથા ક્રમે અને Ufone પાંચમા ક્રમે આવે છે. બીજી તરફ, ભારતમાં Reliance Jio સૌથી વધુ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે, ત્યારબાદ Airtel અને Vodafone Idea (VI) આવે છે.

4 / 5
રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર 2025 સુધીમાં Jazz પાસે અંદાજે 72 થી 73 મિલિયન મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યારે Zong પાસે લગભગ 51.95 મિલિયન યુઝર્સ છે. જો ભારતની વાત કરીએ તો, Reliance Jio પાસે 500 મિલિયનથી વધુ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ છે, જે તેને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનાવે છે.

5 / 5
રીચાર્જ પ્લેટફોર્મની વાત કરીએ તો, પાકિસ્તાનમાં લોકો પોતાના મોબાઇલ નંબર રિચાર્જ કરવા માટે Ding અને Mobile Recharge જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. જ્યારે ભારતમાં, મોબાઇલ રિચાર્જ માટે PhonePe, Google Pay, Amazon Pay અને Paytm જેવી લોકપ્રિય ડિજિટલ એપ્સનો વ્યાપક ઉપયોગ થાય છે.