
આ સિન્ડિકેટથી સાઉદી અરેબિયા સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ફક્ત વર્ષ 2025 માં સાઉદી અરેબિયાએ 56,000 પાકિસ્તાની નાગરિકોને ભીખ માંગવાના આરોપમાં Deport કર્યા.

યુનાઇટેડ આરબ અમીરાતે (UAE) કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આશરે 6,000 પાકિસ્તાની ભિખારીઓને Deport કર્યા છે. આવી જ રીતે, અઝરબૈજાને કડક કાર્યવાહી કરી છે અને ભીખ માંગવા બદલ આશરે 2,500 પાકિસ્તાનીઓને Deport કર્યા છે.

પાકિસ્તાનીઓ આ દેશોમાં પ્રવેશવા માટે ટુરિસ્ટ, ઉમરાહ અને વર્ક વિઝાનો દુરુપયોગ કરે છે તેમજ ભિખારીઓની ટોળકીનો શિકાર બને છે. ભિખારીઓના આ જૂથો વિદેશમાં જાહેર સ્થળો અને મસ્જિદોની બહાર નિયમિત શિફ્ટમાં કામ કરે છે. આ એક વ્યાવસાયિક વ્યવસાય બની ગયો છે, જ્યાં તાલીમથી લઈને લોકેશન નક્કી કરવા સુધીની દરેક વસ્તુ સિન્ડિકેટ દ્વારા સંભાળવામાં આવે છે.

વધુમાં એજન્ટોનું એક નેટવર્ક આ પાકિસ્તાનીઓને તેમની ભીખ માંગવાની કમાણીના નોંધપાત્ર ભાગના બદલામાં વિઝા અને ટિકિટ પ્રદાન કરે છે. આ ઘટના અંગે પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે, વર્ષ 2025 માં કંબોડિયા ગયેલા 24,000 પાકિસ્તાનીઓમાંથી 12,000 પાછા ફર્યા નથી, જ્યારે મ્યાનમાર ગયેલા 4,000 માંથી 2,500 લોકો ગુમ છે. અધિકારીઓને ડર છે કે, આ ગુમ થયેલા લોકો માનવ તસ્કરી, સાયબર ક્રાઇમ અથવા આંતરરાષ્ટ્રીય ભીખ માંગતી ગેંગનો શિકાર બન્યા હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સંસદમાં આ મુદ્દા પર વ્યાપક ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ સરકારે "Prevention of Smuggling of Migrants (Amendment) Bill 2025" રજૂ કર્યું. પાકિસ્તાની સંસદે સ્વીકાર્યું કે, આ હાલાકીને રોકવા માટે માત્ર ચેતવણીઓ પૂરતી નથી પરંતુ દંડાત્મક કાર્યવાહી જરૂરી છે. સરકારે અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકોના પાસપોર્ટ સસ્પેન્ડ કર્યા છે અને 7,800 બીજા લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે.