
90 ટકા ફ્લાઇટ્સ રદ: ટ્રાવેલ એજન્સીઓનું કહેવું છે કે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા પછી, લોકોએ જમ્મુ અને કાશ્મીર માટે તેમના 90 ટકા બુકિંગ રદ કર્યા છે. ઉડ્ડયન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે 20 ફ્લાઇટ્સમાં 3,337 મુસાફરો શ્રીનગરથી પાછા ફર્યા હતા.

ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસજેટે શ્રીનગરથી તેમની સામાન્ય સુનિશ્ચિત સેવાઓ ઉપરાંત કુલ સાત વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કર્યું. પહેલગામ સહિત જમ્મુ અને કાશ્મીરના ઘણા સ્થળોએથી પ્રવાસીઓ હવે ઘરે પરત ફરી રહ્યા છે. આ દરમિયાન ઓનલાઈન ટૂર ઓપરેટર ક્લિયરટ્રિપના ચીફ ડેવલપમેન્ટ અને બિઝનેસ ઓફિસર મંજરી સિંઘલે જણાવ્યું હતું કે અંદાજ મુજબ શ્રીનગર જતી ફ્લાઇટ રદ થવામાં સાત ગણો વધારો થયો છે. ભવિષ્યના બુકિંગમાં 40 ટકાનો ઘટાડો થયો છે.

વૈષ્ણોદેવીનું બુકિંગ પણ રદ કરાયું: ટૂર ઓપરેટરોએ જણાવ્યું હતું કે લોકો પરિસ્થિતિનો હવાલો આપીને તેમના પૈસા પાછા માગી રહ્યા છે. તેથી આ ટુર એજન્સીઓ માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યું છે. ફક્ત કાશ્મીર જ નહીં, લોકો હવે જમ્મુ જતા પણ ડરે છે. વૈષ્ણોદેવી માટે બુકિંગ પણ રદ થઈ રહ્યા છે.