
જો શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો મોઢાના કેન્સરની સફળતાપૂર્વક સારવાર કરી શકાય છે. પરંતુ ઘણીવાર, દર્દીઓ તેને અવગણે છે કારણ કે આ રોગના શરૂઆતના લક્ષણો નાના હોય છે. તેથી કેન્સર ફેલાય શકે છે. જે સારવારને વધુ જટિલ બનાવે છે. તેથી આ રોગના શરૂઆતના લક્ષણોને ઓળખવા અને તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે. (Image Source | iStock)

જો મોઢામાં 1થી 2 અઠવાડિયા કરતાં પણ વધુ સમય સુધી ન ભરાતો ઘા અથવા અલ્સર હોય, ગાલની અંદરની બાજુ ગાંઠ અનુભવાય, સતત દુખાવો રહે, ચાવવામાં અથવા ગળવામાં તકલીફ થાય, દાંત ઢીલા પડવા લાગે, તો તે મોઢાના કેન્સરના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. (Image Source | iStock)

ઉપરાંત અવાજમાં ફેરફાર થવો, સતત ગળામાં દુખાવો રહે અથવા ગળા પર સોજો કે ગાંઠ જણાય તો તેને પણ અવગણવું નહીં. આવા કોઈપણ લક્ષણો જણાય તો તરત જ તબીબી તપાસ કરાવવી જોઈએ. (Image Source | iStock)

ધૂમ્રપાન, તમાકુ, ગુટખા અથવા પાનમસાલા, દારૂનું સેવન કરનારા અને મોઢાની યોગ્ય સફાઈ ન રાખવાથી મોઢાના કેન્સરનો જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. કોઈપણ પ્રકારનું વ્યસન ન કરતા લોકોને પણ મોઢાનો કેન્સર થઈ શકે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના મૌખિક આરોગ્ય પ્રત્યે નિયમિત ધ્યાન આપવું જોઈએ. (Image Source | iStock)

મોઢાના કેન્સરથી બચવા માટે તમામ પ્રકારના તમાકુનું સંપૂર્ણપણે ત્યાગ કરવું જોઈએ, મોઢાની સ્વચ્છતા જાળવવી જોઈએ, રોજિંદા ડાયટમાં તાજા ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. તેમજ નિયમિત રીતે મોઢાની તપાસ કરાવવી જરૂરી છે. (Image Source | iStock)

જો મોઢામાં ન ભરાતો ઘા અથવા અન્ય કોઈ અસામાન્ય લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે મોઢાના કેન્સરનું શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો તેની સફળ સારવાર શક્ય બને છે અને દર્દી સ્વસ્થ જીવન જીવી શકે છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)