
લોકો રેઝા પહેલવીને અમેરિકાની 'કઠપૂતળી' કહેવા લાગ્યા. તે સમયે તેમના વિરોધી આયાતુલ્લા રૂહોલ્લાહ ખામેની હતા. 1964 માં, પહલવીએ ખમેનીને દેશનિકાલ કર્યો હતો. ત્યાર બાદ 1973માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો ઘટવા લાગી. જેના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા પડી ભાંગવા લાગી. સપ્ટેમ્બર 1978 સુધીમાં, લોકોમાં રોષ ફાટી નીકળ્યો.

ખામેની ફેબ્રુઆરી 1979માં ઈરાન પરત ફર્યા.બખ્તિયાર વડાપ્રધાન બન્યા પછી પણ વિરોધ પ્રદર્શન અટકી રહ્યા ન હતા. દરમિયાન, ખામેનીએ મેહદી બઝારગનને વચગાળાના વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. હવે દેશમાં બે વડાપ્રધાન હતા.ધીરે ધીરે સરકાર નબળી પડી રહી હતી. સેનામાં પણ વિભાજન હતું. પરંતુ ધીમે ધીમે સૈન્યથી લઈને જનતા સુધી બધાએ ખામેની સામે ઝૂકવાનું શરૂ કર્યું.

ઈરાનમાં માર્ચ 1979માં લોકમત યોજાયો હતો. જેમાં 98 ટકાથી વધુ લોકોએ ઈરાનને ઈસ્લામિક રિપબ્લિક બનાવવાના પક્ષમાં મતદાન કર્યું હતું.ખામેની સત્તામાં આવતાની સાથે જ નવા બંધારણ પર કામ શરૂ થઈ ગયું. નવું બંધારણ ઇસ્લામ અને શરિયા પર આધારિત હતું.નવા બંધારણ બાદ ઈરાનમાં શરિયા કાયદો અમલમાં આવ્યો. અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. સ્ત્રીઓની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. હવે તેમને હિજાબ અને બુરખો પહેરવો જરૂરી હતો.જે હેઠળ અધિકારીઓને અધિકાર છે કે તેઓ 60 વર્ષ સુધીની મહિલાઓ જો હિજાબ વિના બહાર આવે તો તેને જેલમાં ધકેલી શકે છે. એટલું જ નહીં, ઈરાનમાં હિજાબ ન પહેરવા પર 74 કોરડાથી લઈને 16 વર્ષની જેલની સજા થઈ શકે છે. ( Pic - Getty Images )
Published On - 2:56 pm, Sat, 6 July 24