Stock Market: આખરે શેનો ડર ? શેરબજારમાં સતત નોંધાઇ રહ્યો છે ઘટાડો… હવે નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઘટાડો થવાની ધારણા છે, રોકાણકારોની ચિંતા વધી

|

Oct 23, 2024 | 5:51 PM

બુધવારે નિફ્ટી 37 પોઈન્ટ ઘટીને 24,435 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 138 પોઈન્ટ ઘટીને 80,081 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી સહિત સ્મોલ કેપ અને મિડકેપ સૂચકાંકોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈના ટોચના 30 શૅર્સમાંથી 8 શૅર વધ્યા હતા.

1 / 5
છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે બજાર ઘટવાના કારણે રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગઈકાલે એટલે કે મંગળવારે જ સેન્સેક્સમાં 930 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો જ્યારે Nifty માં 300 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આવી સ્થિતિમાં રોકાણકારોના વેલ્યુએશનમાં લગભગ 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સોમવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં રોકાણકારોને 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હવે નિફ્ટી અંગે એક નવો અંદાજ બહાર આવ્યો છે.

2 / 5
અગ્રણી બ્રોકરેજ ફર્મ CLSA એ જણાવ્યું છે કે નિફ્ટી 50 ઇન્ડેક્સ વર્તમાન સ્તરથી લગભગ 1,000 પોઈન્ટ્સ વધુ ઘટી શકે છે. આ અંદાજ અગ્રણી બ્રોકરેજ ફર્મ CLSAના ટોચના ચાર્ટિસ્ટ લોરેન્સ બાલાન્કો દ્વારા આપવામાં આવ્યો છે. જ્યારે નિફ્ટી પહેલાથી જ 26,277 ની તેની રેકોર્ડ ઉચ્ચ સપાટીથી લગભગ 7% નીચે ટ્રેડ કરી રહ્યો છે. બાલેન્કોએ જણાવ્યું હતું કે આગામી 20 ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 23,300ના સ્તરે આવી શકે છે.

3 / 5
બુધવારે(23-10-2024) નિફ્ટી 37 પોઈન્ટ ઘટીને 24,435 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 138 પોઈન્ટ ઘટીને 80,081 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટી સહિત સ્મોલ કેપ અને મિડકેપ સૂચકાંકોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈના ટોચના 30 શૅર્સમાંથી 8 શૅર વધ્યા હતા, બાકીના 22 શૅર્સમાં ઘટાડો હતો. NTPC અને મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.

4 / 5
શેરબજાર કેમ ઘટી રહ્યું છે?- નિષ્ણાતોનો અંદાજ છે કે તેનું સૌથી મોટું કારણ કંપનીઓના નફામાં ઘટાડો છે. ઘણી કંપનીઓના ત્રિમાસિક પરિણામ અપેક્ષા મુજબ સારા નથી રહ્યા, જેના કારણે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.આ મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રેકોર્ડ રકમ ઉપાડી લીધી છે. આ આંકડો 1 લાખ કરોડની આસપાસ પહોંચી ગયો છે. 21 ઓક્ટોબર સુધીમાં વિદેશી રોકાણકારોએ 88,244 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.

5 / 5
વૈશ્વિક બજારમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે. અમેરિકાની ચૂંટણીને કારણે વૈશ્વિક બજાર દબાણ હેઠળ છે અને દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે શું કરવું જોઈએ?ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડાને જોતા અત્યારે ખરીદી કરવી યોગ્ય રહેશે નહીં. રોકાણકારોએ બજાર તેની દિશા તરફ ન આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. ખાસ કરીને જ્યાં સુધી શેરબજાર ઓછામાં ઓછા બે દિવસ સુધી તેની દૈનિક ઊંચાઈએ બંધ ન થાય ત્યાં સુધી તે ખરીદવું ખૂબ જ વહેલું ગણાશે.

Next Photo Gallery