
ફેટી લીવર એક ગંભીર સમસ્યા છે જે તમારા એકંદર સ્વાસ્થ્યને અસર કરી શકે છે. ફેટી લીવરવાળા લોકોએ તેલનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. (Image Source : iStock)

નિષ્ણાતોના મતે, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ 3થી 4 ચમચી એટલે કે આશરે 15થી 20 મિલી જ તેલનું સેવન કરવું જોઈએ. (Image Source : iStock)

જો તમને ફેટી લીવરની સમસ્યા હોય તો તમારે દરરોજ 2થી 3 ચમચીથી વધુ તેલનું સેવન કરવું નહીં. ફેટી લીવરની સમસ્યા ધરાવતા લોકોએ તળેલા ખોરાકનું સેવન પણ ટાળવું જોઈએ. (Image Source : iStock)

ફેટી લીવર ધરાવતા લોકોએ ઘી, માખણ, નારિયેળ તેલ અને પામ તેલથી બનતા ખોરાક ટાળવા જોઈએ. તેમાં રહેલી સેચ્યુરેટેડ ફેટ ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર વધારી શકે છે, જેના કારણે લિવરમાં ચરબી અને સોજો વધી શકે છે. (Image Source : iStock)

નિષ્ણાતોના મતે, ફેટી લીવર ધરાવતા લોકો મર્યાદિત માત્રામાં ઓલિવ ઓઇલનું (Olive Oil) સેવન કરી શકે છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે ફેટી લીવર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત કેનોલા ઓઇલ, અળસીનું તેલ અને સરસવનું તેલ પણ મર્યાદિત માત્રામાં લઈ શકાય. (Image Source : iStock)

ફેટી લીવરને મોટાભાગે ડાયટ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. વજન નિયંત્રણમાં રાખવું, ખાંડ, કોલ્ડ ડ્રિન્ક્સ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું તેમજ દરરોજ 30થી 40 મિનિટ વ્યાયામ કરવો ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source : iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source : iStock)