Ola, Uber અને Rapido માટે નવા કડક નિયમો જાહેર : 1 સપ્ટેમ્બરથી થશે લાગુ, ડ્રાઇવરોને મળશે 80% કમાણી અને GPS ટ્રેકિંગ ફરજિયાત

મહારાષ્ટ્ર પરિવહન વિભાગે એપ આધારિત ટેક્સી સેવાઓ માટે નવી નિયમાવલી જાહેર કરી છે. હવે કંપનીઓ માટે લાઇસન્સ, વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ અને ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન તેમજ 15 વર્ષનું નિવાસ પ્રમાણપત્ર ફરજિયાત બનશે.

| Updated on: Aug 20, 2026 | 4:05 PM
1 / 5
મહારાષ્ટ્રમાં ઓલા, ઉબેર અને રેપિડો સહિત એપ આધારિત મુસાફર સેવા આપતા વાહનો પર હવે પરિવહન વિભાગે કડક નિયંત્રણ લાદવાની તૈયારી કરી લીધી છે. એપ આધારિત મુસાફર સેવાઓ માટે પરિવહન વિભાગ દ્વારા નવી નિયમાવલી તૈયાર કરવામાં આવી છે, જે આગામી 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.

2 / 5
નવી નિયમાવલી મુજબ એપ આધારિત મુસાફર સેવા આપતી એગ્રીગેટર કંપનીઓ માટે પરિવહન સત્તામંડળ પાસેથી સત્તાવાર લાઇસન્સ મેળવવું ફરજિયાત રહેશે. આ સાથે જ ડ્રાઇવરો પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ, બેજ અને વ્યવહારિક મરાઠી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી રહેશે.

3 / 5
ડ્રાઇવરો માટે કડક નિયમો: બેજ મેળવવા માટે અરજી કરતી વખતે ડ્રાઇવરે મુંબઈ કે જે શહેરમાં તે સેવા આપવા માંગતો હોય ત્યાંનું 15 વર્ષનું નિવાસ પ્રમાણપત્ર (રેસિડેન્સ સર્ટિફિકેટ) અને પોલીસ વેરિફિકેશન રિપોર્ટ ફરજિયાતપણે રજૂ કરવો પડશે. નવી વ્યવસ્થા હેઠળ કોઈપણ ડ્રાઇવર સતત 12 કલાકથી વધુ સમય સુધી વાહન ચલાવી શકશે નહીં. આ ઉપરાંત ડ્રાઇવરોના હિતમાં મોટો નિર્ણય લેતા કુલ ભાડામાંથી ઓછામાં ઓછી 80 ટકા રકમ ડ્રાઇવરને ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

4 / 5
જીપીએસ ટ્રેકિંગ અને ઓનલાઇન મોનિટરિંગ: મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એપ આધારિત તમામ વાહનોનું જીપીએસ (GPS) ટ્રેકિંગ કરવામાં આવશે. ડ્રાઇવરોનું વેરિફિકેશન અને વાહનોનું ઓનલાઇન મોનિટરિંગ પણ પરિવહન વિભાગ દ્વારા સીધું કરવામાં આવશે. આ સિવાય એગ્રીગેટર કંપનીઓની એપ અને વેબસાઇટ પર મરાઠી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓમાં સુવિધા ઉપલબ્ધ કરાવવી ફરજિયાત રહેશે.

5 / 5
બોગસ દસ્તાવેજો સામે કડક કાર્યવાહી: ખોટા કે બોગસ દસ્તાવેજોના આધારે લાઇસન્સ મેળવનારા ડ્રાઇવરો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. આવા ડ્રાઇવરોનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવાની સાથે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ટેક્સી અને ઓટો રિક્ષા બાદ હવે પરિવહન વિભાગે તમામ એપ આધારિત પેસેન્જર વાહનો માટે નિયમો કડક બનાવ્યા છે. આ તમામ નિયમો આગામી 1 સપ્ટેમ્બરથી અમલી બનશે.

Follow Us
Loading...
Unable to load recommendations.