
આજકાલ લોકો પોતાનો મોટાભાગનો સમય ઓફિસના ડેસ્ક પર વિતાવે છે. ઘણી વખત સખત મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ મળતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વર્કપ્લેસ પર રહેલી નકારાત્મક ઉર્જા (Negative Energy) પણ તમારી પ્રગતિમાં અડચણ ઉભી કરી શકે છે. તેનાથી બચવા માટે ડેસ્ક પર 2 ખાસ વસ્તુઓ રાખવાની સલાહ આપવામાં આવે છે.

વાસ્તુ માન્યતાઓ અનુસાર, ઓફિસ ડેસ્ક પર સિંધાલૂણ મીઠું રાખવાથી આસપાસની નકારાત્મક ઉર્જા ખૂબ જ ઝડપથી ઓછી થાય છે. તે ઓફિસના વાતાવરણને હળવું અને સકારાત્મક બનાવે છે, જેનાથી કામમાં મન લાગે છે.

આ મીઠાને હંમેશા કાચના વાસણ અથવા બાઉલમાં રાખવું જોઈએ જેથી તે બહારથી દેખાતું રહે. ડેસ્કની ઉત્તર (North) અથવા ઉત્તર-પશ્ચિમ (North-West) દિશામાં તેને રાખવું સૌથી વધુ શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે મીઠું આસપાસની નકારાત્મકતાને પોતાનામાં શોષી લે છે. તેથી દર 10 થી 15 દિવસે આ મીઠું બદલી નાખવું જોઈએ. જૂના મીઠાને વહેતા પાણીમાં પધરાવી દેવું અથવા સિંકમાં બહાવી દેવું જોઈએ.

ફટકડીને પણ વાસ્તુમાં સકારાત્મક ઉર્જાનો મોટો સ્ત્રોત માનવામાં આવે છે. તેને ઓફિસ ડેસ્ક પર રાખવાથી કામ પ્રત્યે એકાગ્રતા (Focus) વધે છે અને કરિયરમાં સફળતાના નવા રસ્તા ખુલે છે.

મીઠા કરતાં વિપરીત, ફટકડીને હંમેશા લાલ કપડામાં લપેટીને રાખવી જોઈએ જેથી તે કોઈને દેખાય નહીં. તેને લાકડા, કાચ અથવા ચાંદીના વાસણમાં રાખવી શ્રેષ્ઠ છે. દર 15 થી 20 દિવસે જૂની ફટકડીને પીસીને નાલીમાં વહાવી દેવી અને નવી ફટકડી મૂકવી.

સૌથી મહત્વનો નિયમ એ છે કે સિંધાલૂણ મીઠું અને ફટકડી બંનેને ક્યારેય એકસાથે એક જ જગ્યાએ ન રાખવા જોઈએ. વાસ્તુ મુજબ, બંનેને સાથે રાખવાથી ઉર્જાનું સંતુલન બગડે છે અને નેગેટિવ એનર્જી વધી શકે છે, જેનાથી કામ પર નકારાત્મક અસર પડી શકે છે.