
દેશના સૌથી મોટા IPO પૈકીના એક એવા NSE IPOને પ્રથમ દિવસે રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને ઇશ્યૂ 43% સબ્સ્ક્રાઇબ થયો હતો. બીજા દિવસે પણ બિડિંગ ચાલુ રહ્યું છે અને સબ્સ્ક્રિપ્શનના સ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

NSE ના IPOને બીજા દિવસે રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે 46% સબસ્ક્રિપ્શન બાદ બીજા દિવસે IPOનું સબસ્ક્રિપ્શન 103 ટકા સુધી પહોંચી ગયું હતું. આમ, બીજા દિવસે જ NSE IPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.

Day 1 જ્યાં NII (Non Institutional Investors) કેટેગરીમાં પ્રથમ દિવસે 72% સબસ્ક્રિપ્શન થયું હતું. તે Day 2 માં વધીને 145% થઈ ગયો. આ જ પ્રકારે QIB કેટેગરીમાં પણ રોકાણકારોનો રસ જોવા મળ્યો છે. પ્રથમ દિવસે માત્ર 19 ટકા ભરાયેલી QIB કેટેગરી બીજા દિવસે 132 ટકા સુધી પહોંચી ગઈ હતી.

રિટેલ રોકાણકારોની કેટેગરીમાં પ્રથમ દિવસે 44% સબસ્ક્રિપ્શન થયું હતું, જે બીજા દિવસે વધીને 69% થયું છે. જ્યારે એમ્પ્લોયી કેટેગરીમાં પ્રથમ દિવસે 96% સબસ્ક્રિપ્શન બાદ બીજા દિવસે આ આંકડો 140% ટકા સુધી પહોંચી ગયો છે.

NSEના IPOમાં કુલ 8,86,42,912 શેર બિડિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ શેરોની કુલ કિંમત ₹22,561.57 કરોડ છે. IPO માટેની પ્રાઇઝ બેન્ડ ₹1,700થી ₹1,785 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. બીજા દિવસે મળેલા મજબૂત પ્રતિસાદ સાથે NSE IPOનું કુલ સબસ્ક્રિપ્શન 104 ટકા સુધી પહોંચી ગયું છે.

18 સપ્ટેમ્બર, 2026ના સાંજે 4:06 વાગ્યા સુધી NSE IPO કુલ 1.04 ગણો સબસ્ક્રાઇબ થયો છે. QIB કેટેગરીમાં 1.32 ગણું, NIIમાં 1.46 ગણું અને એમ્પ્લોયી કેટેગરીમાં 1.42 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું છે, જ્યારે રિટેલ કેટેગરીમાં 69% સબસ્ક્રિપ્શન થયું છે. કુલ 9,21,01,392 શેર માટે બિડ મળી છે.

IPOમાં કુલ 1.04 ગણું સબસ્ક્રિપ્શન, NII કેટેગરીમાં 1.46 ગણું અને રિટેલમાં 0.69 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું.
Published On - 3:57 pm, Fri, 18 September 26