
હવે અહીં ચેટ ટેક્સ્ટ ટાઇપિંગ બારને ટેપ કરો. તે ટેપ કરશો એટલે તેની નીચે કેટલાક ઓપ્શન દેખાશે, જેવા કે GIF , સેટિંગ્સ, થીમ જેવા હવે થીમની બાજુ પર માઈક્રોફોનનો ઓપ્શન દેખાશે.

હવે તમારા કીબોર્ડ પર દેખાતા માઇક્રોફોન આઇકોન પર ક્લિક કરો.

હવે અહીં તમે બોલવાનું શરુ કરો, તમે જે બોલશો તો ઈંગ્લિસમાં લખાતુ રહેશે પણ જો તમે ગુજરાતી ભાષા કે અન્ય કોઈ પણ ભાષામાં મેસેજ કરવો માંગો છો તો પહેલા ભાષા ચેન્જ કરો

હવે જો તમે ગુજરાતીમાં મેસેજ લખવા માંગો છો કી-પેડમાંથી ભાષા ચેન્જ કરો, હવે તમે જોશઓ કે જે ગુજરાતીમાં બોલશો તે લખાતુ રહેશે , જેમ કે અહીં અમે બોલ્યા કેમ છો તો તે ગુજરાતીમાં લખાઈને આવી ગયુ

હવે આ સિવાય તમે અન્ય કોઈ પણ ભાષામાં બોલીને મેસેજ કરવા માંગો છો તો તે પણ તમે કરી શકો છે તમારે તેના માટે માત્ર ભાષા સિલેક્ટ કરવાની રહેશે