Nitish Kumar Reddy Century : ઓસ્ટ્રેલિયાની ધરતી પર નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ, સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

|

Dec 28, 2024 | 1:25 PM

ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટમાં નીતીશ રેડ્ડીએ ઐતિહાસિક સદી ફટકારી. ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે તેણે ટીમને બચાવી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી છે અને ઓસ્ટ્રેલિયામાં 8મા કે નીચેના ક્રમમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો. તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય પણ બન્યો છે.

1 / 7
ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટ મેચમાં નીતીશ કુમાર રેડ્ડીએ સદી ફટકારી મોટી સફળતા મેળવી છે. નીતીશ રેડ્ડીની આ ઈનિંગ એ મહત્વની ક્ષણે આવી છે, જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 191 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.

2 / 7
 બાદમાં નીતીશ રેડ્ડીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની કમાન સંભાળી અને મેદાનની ચારે બાજુ રન પણ બનાવ્યા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી છે. તેણે આ ઇનિંગ સાથે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

3 / 7
નીતીશ રેડ્ડીએ આ સિરીઝની પ્રથમ મેચથી જ જોરદાર પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈન્ડિયા માટે દરેક મહત્વપૂર્ણ પ્રસંગે રન બનાવ્યા છે. મેલબોર્નમાં પણ તેણે એવા સમયે રન બનાવ્યા જ્યારે ટીમ ઈન્ડિયાને ફોલોઓનનો ખતરો હતો. આ મેચમાં તે 8મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, તેથી તેની સાથે કોઈ ફુલટાઈમ બેટ્સમેન નહોતો.

4 / 7
  નીતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણનો જોરદાર સામનો કર્યો અને યાદગાર સદી ફટકારી. તેણે 100 રન સુધી પહોંચવા માટે 171 બોલ લીધા હતા.

5 / 7
 નીતીશ કુમાર રેડ્ડીએ પણ આ સદીની ઇનિંગ્સ સાથે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચ્યો છે. તે ઓસ્ટ્રેલિયામાં 8 કે તેનાથી નીચેના નંબર પર રમતી વખતે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ તે ઓસ્ટ્રેલિયા સામે 8મા નંબરે રમતી સદી ફટકારનાર બીજો ભારતીય છે.આ પહેલા રિદ્ધિમાન સાહાએ પણ આ કારનામું કર્યું હતું. જોકે તેણે આ સદી ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે ફટકારી હતી.

6 / 7
આ સાથે નીતિશ કુમાર રેડ્ડી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય પણ બની ગયો છે.

7 / 7
નીતિશ બંને ટીમોની સંયુક્ત રીતે બીજો સૌથી યુવા ખેલાડી છે. નીતિશે 21 વર્ષ અને 216 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે આ પહેલા કાર્લ હૂપરે 21 દિવસ 011 દિવસની ઉંમરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સદી ફટકારી હતી.

Next Photo Gallery