
પપૈયું: પપૈયામાં પપેઇન નામનું એક ખાસ એન્ઝાઇમ હોય છે. જે ખોરાકને પચાવવામાં મદદ કરી શકે છે. નિયમિત રીતે પપૈયાનું સેવન પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | Unsplash)

દૂધમાં ઘી: જો તમે રાત્રે સૂતા પહેલાં દૂધમાં થોડું ઘી નાખીને પીવો છો, તો તે પેટને સાફ રાખવામાં મદદ કરી શકે છે. (Image Source | Unsplash)

ત્રિફળા: પેટ સંબંધિત સમસ્યાઓમાં ત્રિફળાનું સેવન પણ મદદરૂપ માનવામાં આવે છે. હૂંફાળા પાણી સાથે ત્રિફળાનું સેવન કરવાથી કબજિયાત, એસિડિટી અને પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓમાં રાહત મેળવવામાં મદદ મળી શકે છે. (Image Source | iStock)

કિસમિસ: કિસમિસનું સેવન પણ પેટ માટે સારું માનવામાં આવે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અને પેટ સાફ કરવામાં મદદ કરી શકે છે. (Image Source | Unsplash)

અંજીર: સૂકાં અંજીરમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અને કબજિયાતમાં રાહત મેળવવામાં મદદ કરી શકે છે. રાત્રે 1થી 2 સૂકાં અંજીર પાણીમાં પલાળીને રાખી શકાય અને સવારે તેનું સેવન કરી શકાય. (Image Source | Unsplash)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. જોકે, દરેક વ્યક્તિના શરીર પર તેની અસર અલગ હોઈ શકે છે તેથી કોઈપણ વસ્તુનું સેવન કરવા પહેલા ડોક્ટરની સલાહ લેવી. (Image Source | Unsplash)