વધારે Returns આપવાની રેસમાં Nifty જીતશે કે Gold-Silver ? છેલ્લા 26 વર્ષનો ઇતિહાસ શું કહે છે?

છેલ્લા 26 વર્ષનો ડેટા એક એવો સંકેત આપી રહ્યો છે કે, જે તમારી રોકાણ કરવાની રીત બદલી નાખશે. આજે આપણે એક એવા 'રેશિયો ચાર્ટ' વિશે વાત કરીશું કે, જે સ્પષ્ટ બતાવે છે કે આગામી વર્ષમાં Nifty બાજી મારશે કે Gold/Silver?

| Updated on: Mar 23, 2026 | 8:10 PM
1 / 7
છેલ્લા 26 વર્ષનો આ એ ચાર્ટ છે કે, જેનાથી ખબર પડે છે કે હવે શેરબજાર અને સોના-ચાંદીમાંથી કયું રોકાણ આગામી કેટલાક વર્ષોમાં વધારે રિટર્ન આપશે. ધીરજ સાથે આને વાંચો અને સમજો, તો તમને એ સવાલનો જવાબ મળી જશે કે, વધારે રિટર્ન આપવાની રેસમાં Nifty જીતશે કે Gold/Silver?

2 / 7
આને રેશિયો ચાર્ટ (Ratio Chart) કહેવામાં આવે છે, જેમાં Gold, USD/INR અને Nifty વચ્ચેની વૃદ્ધિ (Growth) તપાસવામાં આવે છે. આ ચાર્ટમાં તમે સૌથી ઉપર એક લાલ રંગની લાઇન જોઈ શકો છો. આ લાઇન પર જો બ્લૂ કલરની રેશિયો લાઇન સ્પર્શ કરે, તો તેનો અર્થ છે કે હવે એ સમય આવી ગયો છે, જ્યારે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં ગોલ્ડ-સિલ્વર ઘટાડીને, Stocks (શેરો) ઉમેરવા જોઈએ.

3 / 7
આનો અર્થ એ બિલકુલ નથી કે, ગોલ્ડ-સિલ્વર નેગેટિવ રિટર્ન આપશે પરંતુ તેનો અર્થ એ છે કે, ગોલ્ડ-સિલ્વરની સરખામણીએ હવે આગામી કેટલાક મહિનાઓ અથવા 2-3 વર્ષ સુધી શેરબજાર વધારે રિટર્ન આપશે.

4 / 7
આવી જ રીતે નીચે એક સફેદ રંગની લાઇન આપવામાં આવી છે, જેના પર જો બ્લૂ કલરની રેશિયો લાઇન સ્પર્શ કરે, તો તેનો અર્થ છે કે હવે એ સમય આવી ગયો છે જ્યારે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં Stocks ઘટાડીને, ગોલ્ડ-સિલ્વર ઉમેરવા જોઈએ.

5 / 7
આનો અર્થ એ બિલકુલ નથી કે, શેરબજાર આગળ નહીં વધે પરંતુ તેનો અર્થ એ છે કે શેરબજારની સરખામણીએ હવે આગામી કેટલાક મહિનાઓ અથવા 2-3 વર્ષ સુધી ગોલ્ડ-સિલ્વર વધારે રિટર્ન આપશે.

6 / 7
સવાલ એ છે કે, માર્ચ 2026 માં શું સ્થિતિ છે? આનો જવાબ ચાર્ટ પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ચાર્ટ પર લાલ રંગની લાઇનને બ્લૂ કલરની રેશિયો લાઇન માત્ર ક્રોસ કરીને ઉપર જ નથી ગઈ પરંતુ હવે તે નીચે આવી રહી છે. એવામાં રોકાણકારોને સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, તેઓ હવે પોતાના પોર્ટફોલિયોમાં Stocks ઉમેરે અને ગોલ્ડ-સિલ્વરની હોલ્ડિંગ્સ ઓછી કરે.

7 / 7
હવે આનો અર્થ એ નથી કે, જરૂરિયાત વગર જ ગોલ્ડ-સિલ્વર વેચી દેવામાં આવે. તેને હોલ્ડ કરીને પણ રાખી શકાય છે અને જો વધારાના પૈસા છે, તો હવે ગોલ્ડ-સિલ્વરમાં એન્ટ્રી કરવાને બદલે, સારા શેર્સમાં એન્ટ્રી કરવામાં આવે.

Follow Us