
બેંકિંગ અને સરકારી સેવાઓનો લાભ લેવા માટે PAN ને આધાર સાથે જોડવું હવે ફરજિયાત થઈ ગયું છે. આવું ન કરવાથી તમારી બેંકિંગ સેવાઓમાં સમસ્યા ઊભી થઈ શકે છે.

ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે સરકાર અને બેંકો કડક વલણ અપનાવી રહી છે. ડિજિટલ પેમેન્ટના ધોરણો કડક બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને, સ્પામ અને નાણાકીય છેતરપિંડીને રોકવા માટે WhatsApp, Telegram અને Signal જેવી મેસેજિંગ એપ્સ માટે સિમ વેરિફિકેશનના નિયમો કડક કરવામાં આવશે.

ભારત સરકાર બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સલામતી અંગે ચિંતિત છે. ઓસ્ટ્રેલિયા અને મલેશિયાના ઉદાહરણને અનુસરીને ભારતમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર કડક પ્રતિબંધ લાગુ કરી શકાય છે. આમાં ઉંમર વેરિફિકેશન અને માતા-પિતાના નિયંત્રણ જેવા ફીચર્સનો સમાવેશ થશે.

નવું વર્ષ સરકારી કર્મચારીઓ માટે નોંધપાત્ર રાહત લાવી શકે છે. 8 મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ થવાની પ્રબળ શક્યતા છે. મોંઘવારી ભથ્થામાં પણ વધારો થવાની અપેક્ષા છે, જેનાથી કર્મચારીઓના હાથમાં રહેલા પગારમાં વધારો થશે.

ખેડૂતોને મળતી સરકારી સહાય હવે વધુ સુવ્યવસ્થિત બનશે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં PM-કિસાન યોજનાનો લાભ મેળવવાનું ચાલુ રાખવા માટે ખેડૂતોને પોતાની એક વિશિષ્ટ ઓળખ આઈડી બનાવવી પડશે. PM કિસાન ફસલ વીમા યોજનાના અંતર્ગત હવે જંગલી પ્રાણીઓ દ્વારા થનાર પાકના નુકસાનને પણ આવરી લેવામાં આવશે. જો કે, તેની શરત એવી રહેશે કે, નુકસાનની માહિતી 72 કલાકની અંદર નોંધાવવી પડશે.

પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી-એનસીઆરમાં વાણિજ્યિક વાહનો પર વધુ નિયંત્રણો લાદવામાં આવી શકે છે. જૂના ડીઝલ અને પેટ્રોલ વાણિજ્યિક વાહનોના પ્રવેશ પર નવા નિયંત્રણો લાદવામાં આવી શકે છે, જે લોજિસ્ટિક્સ અને ડિલિવરી સર્વિસ પર ડાયેરક્ટ અસર કરી શકે છે.

દર મહિનાની પહેલી તારીખની જેમ LPG સિલિન્ડર, કોમર્શિયલ ગેસ અને એવિએશન ફ્યુઅલ (ATF) ના ભાવની સમીક્ષા 1 જાન્યુઆરીએ કરવામાં આવશે. વધુમાં ઇન્કમ ટેક્સ વિભાગ એક નવું પહેલાથી ભરેલું ITR ફોર્મ રજૂ કરી શકે છે, જે ટેક્સ ફાઇલિંગને સરળ બનાવશે અને વિભાગનું મોનિટરિંગ વધુ સચોટ બનાવશે.