Tech News : આ અઠવાડિયે લોન્ચ થશે 3 નવા સ્માર્ટફોન, ખરીદી કરતા પહેલા જરૂર જાણો આ વિગત

આ અઠવાડિયે ભારતીય માર્કેટમાં ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાં અદ્યતન ફીચર્સ, શક્તિશાળી કેમેરા અને લાંબી બેટરી લાઇફ સાથે યુઝર્સને નવી ટેકનોલોજીનો અનુભવ મળશે.

| Edited By: | Updated on: Mar 30, 2026 | 11:34 AM
1 / 5
ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં દર અઠવાડિયે કંઈક નવું જોવા મળે છે. જો તમે નવો મોબાઇલ લેવાનું વિચારતા હોવ, તો આ અઠવાડિયું તમારા માટે ખાસ બની શકે છે. કારણ કે એક નહીં, બે નહીં પરંતુ ત્રણ નવા સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ યાદીમાં Lava Bold N2 Pro, Redmi Note 15 SE 5G અને Vivo V70 FE જેવા મોડલ્સ સામેલ છે, જે અલગ-અલગ ખાસિયતો સાથે રજૂ થવાના છે.

2 / 5
Lava કંપનીનું Bold N2 Pro સ્માર્ટફોન 31 માર્ચે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. લોન્ચ બાદ આ ફોન કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને Flipkart પર ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.67 ઇંચનું HD+ ડિસ્પ્લે મળશે. ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલ AI ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, 4GB વર્ચ્યુઅલ રેમ અને Unisoc T7250 પ્રોસેસર સાથે આ ફોન સારી પરફોર્મન્સ આપશે. આ ફોનમાં IP54 રેટિંગ મળશે, એટલે કે ડસ્ટ અને પાણીથી થોડી સુરક્ષા પણ મળશે. 5000 એમએએચ બેટરી સાથે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે. ખાસ વાત એ છે કે આ ફોન ક્લીન OS સાથે આવશે, એટલે કે તેમાં કોઈ બિનજરૂરી એપ્સ નહીં હોય.

3 / 5
Redmi બ્રાન્ડનો Note 15 SE 5G સ્માર્ટફોન 2 એપ્રિલે ભારતીય માર્કેટમાં લોન્ચ થશે. લોન્ચ બાદ આ ફોન કંપનીની વેબસાઇટ અને Amazon પર ઉપલબ્ધ રહેશે. આ સ્માર્ટફોન ત્રણ આકર્ષક કલર ઓપ્શનમાં આવશે, જે યુઝર્સને પસંદગી માટે વધુ વિકલ્પ આપશે. જોકે, હાલમાં તેના સ્પેસિફિકેશન્સ વિશે વધુ માહિતી જાહેર થઈ નથી, પરંતુ Redmiના અગાઉના ફોનને ધ્યાનમાં રાખીએ તો આ ફોન પણ સારા ફીચર્સ સાથે આવશે એવી અપેક્ષા છે.

4 / 5
Vivo કંપનીનો V70 FE સ્માર્ટફોન પણ 2 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. લોન્ચ પછી આ ફોન કંપનીની સાઇટ અને Amazon પર મળશે. આ ફોનમાં 200 મેગાપિક્સલ OIS પ્રાઇમરી કેમેરા આપવામાં આવશે, જે ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ખાસ આકર્ષણ બનશે. તેની સાથે 8 મેગાપિક્સલ વાઇડ એંગલ કેમેરા અને 50 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા મળશે. ફોનમાં AI ફીચર્સ, 30x સુપર ઝૂમ અને 7000એમએએચની મોટી બેટરી આપવામાં આવશે. 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે ફોન ઝડપથી ચાર્જ થઈ શકશે. 1.5K OLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને HDR10+ સપોર્ટ તેને વધુ પ્રીમિયમ બનાવે છે. સાથે જ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સનો અનુભવ પણ મળશે.

5 / 5
આ ત્રણેય સ્માર્ટફોન અલગ-અલગ સેગમેન્ટના યુઝર્સને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જો તમે નવો ફોન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો થોડું રાહ જોવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ નવા મોડલ્સમાં તમને નવી ટેકનોલોજી અને આધુનિક ફીચર્સનો લાભ મળશે. (All Images Credit- Social Media)

Follow Us