LPG ગેસ સિલિન્ડર, SBI ક્રેડિટ કાર્ડથી લઈને આધાર અપડેટ સુધી… 1 ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ 5 મોટા નિયમો, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા અને રોજિંદા વ્યવહારો પર અસર કરતા 5 મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો 1 ડિસેમ્બરથી LPG સિલિન્ડરના ભાવ, SBI ક્રેડિટ કાર્ડ ચાર્જ, આધાર ઈમેલ અપડેટ, લાઇફ સર્ટિફિકેટ અને કોમોડિટી ટ્રેડિંગમાં કયા મોટા બદલાવ આવી રહ્યા છે.

| Updated on: Nov 29, 2026 | 6:41 PM
1 / 7
ડિસેમ્બર મહિનાની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. મહિનાની શરૂઆતની સાથે જ ઘણા નિયમોમાં બદલાવ થવા જઈ રહ્યા છે, જે તમારા બજેટ અને ખિસ્સા પર સીધી અસર પાડી શકે છે.

2 / 7
તેમાં ક્યાંક મહિનાની શરૂઆત સાથે જ LPG ના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે, તો ક્યાંક ક્રેડિટ કાર્ડથી વધુ પૈસા ખર્ચવા પર એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. આવો જાણીએ ડિસેમ્બરમાં થનારા આ ફેરફારો વિશે…

3 / 7
SBI ક્રેડિટ કાર્ડ: 1 ડિસેમ્બરથી SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારાઓ માટે કેટલાક ખાસ વ્યવહારો (ટ્રાન્ઝેક્શન) પર એક્સ્ટ્રા ચાર્જ લાગવાનો છે. કોઈ ગ્રાહક જો એક જ વખતમાં 30 હજાર રૂપિયાથી વધુનું ટ્રાન્સપોર્ટ પેમેન્ટ કરે છે, તો તેના પર 1% ફી અને લાગુ પડતો ટેક્સ ચૂકવવો પડશે. વળી, પેટ્રોલ-ડીઝલ કે અન્ય યોગ્ય ફ્યુઅલ પેમેન્ટના કિસ્સામાં પણ નવો નિયમ લાગુ થશે. એક બિલિંગ સાયકલમાં જો કુલ ફ્યુઅલ ખર્ચ 50 હજાર રૂપિયાથી વધુ થઈ જાય છે, તો સમગ્ર ખર્ચ પર 1% ચાર્જ લાગશે.

4 / 7
આધારમાં ઈમેલ અપડેટ: UIDAI એ આધાર કાર્ડમાં ઈમેલ ઉમેરવા કે અપડેટ કરવાની 75 રૂપિયાની ફી અસ્થાયી રૂપે માફ કરી છે. આધાર ધારકોને આ સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી મળશે. ધ્યાન રહે કે ફીની આ છૂટ માત્ર સત્તાવાર 'આધાર એપ' (Aadhaar App) દ્વારા ઈમેલ અપડેટ કરાવવા પર જ મળશે.

5 / 7
લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર): કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા લોકો માટે 30 નવેમ્બર ઘણી મહત્વની તારીખ છે. દર વર્ષે પેન્શન ચાલુ રાખવા માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી હોય છે. ધ્યાન રહે કે આ કોઈ નવો ડિસેમ્બરનો નિયમ નથી, પરંતુ દર વર્ષે પૂરી કરવામાં આવતી પ્રક્રિયા છે.

6 / 7
LPG સિલિન્ડરની કિંમતો: સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. આવા સંજોગોમાં 1 ડિસેમ્બરે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા રેટ જાહેર થઈ શકે છે. જોકે, હજુ સુધી કિંમતોમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

7 / 7
કોમોડિટી ટ્રેડિંગ: માર્કેટ રેગ્યુલેટર SEBI એ કોમોડિટી ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરનારાઓ માટે માર્જિનના નિયમો બદલી નાખ્યા છે. આ નવા નિયમો 1 ડિસેમ્બરથી લાગુ થશે.

Follow Us
Loading...
Unable to load recommendations.