
આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલુ રહે છે, વિજ્ઞાનીઓનો અંદાજ છે કે એક મિલિયન વર્ષ કે તેના પહેલા નવા મહાસાગરની રચના થઈ શકે છે.

ટુલેન યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી સિન્થિયા એબિંગર અનુસાર, આનું અનુમાન લગાવવું મુશ્કેલ છે, પરંતુ ભૂકંપ જેવી ઘટના તેને વેગ આપી શકે છે.

વૈજ્ઞાનિકો દાવો કરે છે કે એટલાન્ટિક મહાસાગરની રચના પણ પૂર્વ આફ્રિકન રિફ્ટના વિકાસને કારણે થઈ હતી.