
ભારતમાં ફૂડ ડિલિવરી માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને એવામાં તમે ક્લાઉડ કિચનનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ રેસ્ટોરન્ટ જેવું ડાઇન-ઇન તો નથી પરંતુ ફક્ત ઓનલાઈન ઓર્ડર લે છે અને ઝોમેટો જેવી એપ્સ દ્વારા ગ્રાહકોને ફૂડ પહોંચાડે છે.

આ બિઝનેસ શરૂ કરવા માટે પહેલા 'Zomato પાર્ટનર પોર્ટલ' પર જાઓ અને 'Register Your Restaurant' પર ક્લિક કરો. ત્યારબાદ તમારું પૂરું નામ, બિઝનેસ ઇમેઇલ સરનામું, ફોન નંબર, રેસ્ટોરન્ટનું નામ, શહેર અને સરનામું દાખલ કરો. બસ માહિતી નાખ્યા બાદ સબમિટ કરો, Zomato ટીમ ઇમેઇલ અથવા કૉલ દ્વારા વેરિફિકેશન કરશે. વેરિફિકેશન બાદ તમારે દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

Zomato ને તમારા વ્યવસાયને વેરીફાઈ કરવા માટે ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડે છે. દરેક ફૂડ બિઝનેસ માટે FSSAI લાયસન્સ જરૂરી છે. જો નથી, તો FSSAI વેબસાઇટ દ્વારા અરજી કરો. જો તમારું વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયાથી વધુ હોય, તો તમારે GST રજીસ્ટ્રેશનની જરૂર પડશે. મોટાભાગના રાજ્યોમાં Shop and Establishment License પણ જરૂરી છે. વધુમાં બિઝનેસ અથવા વ્યક્તિગત PAN કાર્ડની નકલ, કેન્સલ ચેક અથવા બેંક વિગતો માટે પાસબુક, ID પ્રૂફ (આધાર, મતદાર ID અથવા પાસપોર્ટ)ની પણ જરૂર પડશે.

આટલું કર્યા બાદ ઓનલાઇન મેનૂ સેટ કરો. બિઝનેસ માટે હાઇ-ક્વોલિટી ફોટાનો ઉપયોગ કરો, કિંમત સ્પર્ધાત્મક રાખો અને આ વિસ્તારમાં બીજા ક્લાઉડ કિચન તપાસો.

હવે આગળ કોમ્બો ઑફર્સ બનાવો અને ફૂડ કોમ્બો પર ડિસ્કાઉન્ટ આપો. નવા ગ્રાહકો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઑફર્સ ચલાવો. ત્યારબાદ કમિશન પ્લાન પસંદ કરો. મળતી માહિતી મુજબ 'ઝોમેટો' શહેર, ફૂડ અને યોજનાને આધારે દરેક ઓર્ડર પર કમિશન લે છે. બેઝિક પ્લાન પર 10-15 ટકા છે. સ્ટાન્ડર્ડ પ્લાન પર 18-25 ટકા છે અને તેમાં પ્રમોશનલ સુવિધા મળે છે. પ્રીમિયમ પ્લાન 25-30 ટકા છે, જેમાં પ્રાયોરિટી રેન્કિંગ અને સરસ માર્કેટિંગ સપોર્ટ મળે છે.

આગલું સ્ટેપ વેરિફિકેશન અને એક્ટિવેશનનું છે. ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા પછી 5-7 દિવસમાં વેરિફિકેશન થાય છે. મંજૂરી મળતા જ લિસ્ટિંગ લાઇવ થઈ જાય છે અને તમે ઓર્ડર લેવાનું શરૂ કરી શકો છો. જો પ્રક્રિયામાં વિલંબ થાય તો ઈમેલ તપાસો, પાર્ટનર પોર્ટલથી 'સપોર્ટ સંપર્ક' કરો અથવા નિયુક્ત પ્રતિનિધિ સાથે ફોલોઅપ લો.

આ પછીનું સ્ટેપ લિસ્ટિંગ ઑપ્ટિમાઇઝેશનનું છે, જેથી વધુ ઓર્ડર મળી શકે. મેનુનું SEO સુધારો, ડિશના નામમાં (‘ચિકન બિરયાની’ની જગ્યાએ ‘હૈદરાબાદી ચિકન દમ બિરયાની’) જેવા કીવર્ડ ઉમેરો.

Zomato પર રેન્કિંગ વધારવા માટે રિવ્યુ, ઓર્ડર વોલ્યુમ અને રિસ્પોન્સ ટાઇમ પર ફોકસ કરો. ગ્રાહકને ઝડપી ડિલિવરી, સારી પેકેજિંગ અને સારી સર્વિસ આપો. નિયમિત ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ, ફ્રી ડિલિવરી અને સરપ્રાઇઝ ફ્રીબી પણ રાખો.

પ્રોફિટ વધારવા માટે પ્રાઇઝિંગ અને કમિશન વચ્ચે બેલેન્સ રાખો. ડોક્યુમેન્ટથી લઈને મેન્યુ ઓપ્ટિમાઇઝેશન સુધીની દરેક ડિટેઇલ મહત્વરૂપ છે. એકવાર લાઇવ થયા પછી SEO નેમ્સ, ઍડ્સ અને રિવ્યુઝ દ્વારા વિઝિબિલિટી વધારવી જોઈએ. આથી દરેક ઓર્ડર પર 40,000 થી 50,000 રૂપિયા સુધીની કમાણી કરી શકાય. આ કમાણી તમારી ડિશની કિંમત પર પણ આધારિત રહે છે. યોગ્ય પ્લાનિંગથી તમે મહિને વધુ કમાણી કરી શકો છો.