
રામાડા જેવા બ્રાન્ડના માલિક, વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના યુરેશિયા માર્કેટના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ મકરીયોસે જણાવ્યું હતું કે ભારતનો પ્રવાસ અને આતિથ્ય ક્ષેત્ર મજબૂત રીતે વિકસી રહ્યો છે, અને GST સુધારો યોગ્ય સમયે આવ્યો છે.

આ મહિનાની શરૂઆતમાં, GST કાઉન્સિલે પરોક્ષ કર પ્રણાલીમાં મોટા ફેરફારોને મંજૂરી આપી હતી. આ સુધારા હેઠળ, દરો ઘટાડીને ફક્ત 5 ટકા અને 18 ટકા કરવામાં આવ્યા છે. આ ફેરફાર 22 સપ્ટેમ્બર, નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે.