
અગાઉ પીએફ ટ્રાન્સફર માટે ફોર્મ 13 ભરવું ફરજિયાત હતું અને તેની ચકાસણીમાં અઠવાડિયા કે મહિના લાગી જતા હતા. ઘણીવાર દસ્તાવેજોની ભૂલ અથવા ટેકનિકલ ખામીઓને કારણે દાવો રદ થતો હતો, જેનાથી કર્મચારીઓને માનસિક તણાવ અને આર્થિક અનિશ્ચિતતા અનુભવવી પડતી હતી. નવી સિસ્ટમ આ તમામ સમસ્યાઓથી કર્મચારીઓને મુક્તિ આપશે.

EPFOના જણાવ્યા અનુસાર, જ્યાં પહેલાં પીએફ ટ્રાન્સફરમાં મહિનાઓ લાગી જતા હતા, ત્યાં હવે આ પ્રક્રિયા માત્ર 3 થી 5 દિવસમાં પૂર્ણ થશે. આ બદલાવનો હેતુ કર્મચારીઓ માટે પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવાનો છે, જેથી તેઓ પીએફ સંબંધિત મુશ્કેલીઓ બદલે પોતાના કારકિર્દી અને કામ પર ધ્યાન આપી શકે.

આ સ્વચાલિત સિસ્ટમનો સૌથી મોટો લાભ નાણાકીય સુરક્ષા રૂપે મળશે. પીએફ ટ્રાન્સફરમાં વિલંબ થતા સમયે વ્યાજના નુકસાનની શક્યતા રહેતી હતી, પરંતુ હવે ભંડોળ પર સતત વ્યાજ સંચય સુનિશ્ચિત થશે. પરિણામે, નિવૃત્તિ સમયે કર્મચારીનું સમગ્ર ભંડોળ એક જ ખાતામાં સુરક્ષિત રહેશે અને વધુ લાભ આપશે.
Published On - 10:33 pm, Sun, 14 December 25