Business Idea : નોકરીમાં મજા નથી આવતી ? આ બિઝનેસ શરૂ કરો, મહિને લાખો છાપશો અને બિન્દાસ થઈને ફરશો

ઘણા લોકો ઓછા રોકાણથી શરૂ કરી શકાય અને નોંધપાત્ર આવક મળી રહી તેવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. એવામાં તમે નાનાપાયે એક દમદાર ટોફુ અથવા સોયા પનીરનો બિઝનેસ શરૂ કરી શકો છો.

| Updated on: Oct 29, 2025 | 6:08 PM
4 / 9
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો સ્વસ્થ રહેવા માટે વધુ સાવચેત બન્યા છે. બસ આને કારણે બજારમાં સોયા પનીર (ટોફુ) ની માંગ ઝડપથી વધી રહી છે. ટોફુ ભારતમાં એક વિકસતો ધંધો છે અને તમે લાખો રૂપિયા રમતા-રમતા કમાઈ શકો છો.

5 / 9
ટોફુ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ટોફુ બનાવવા માટે પહેલા સોયાબીનને 1:7 ના પ્રમાણમાં પીસવામાં આવે છે અને પછી પાણીમાં ભેળવીને તેને ઉકાળવામાં આવે છે. બોઈલર અને ગ્રાઇન્ડરમાં એક કલાકની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને આશરે 4-5 લિટર દૂધ મળે છે.

6 / 9
આ પ્રક્રિયા પછી દૂધને એક સેપરેટરમાં નાખવામાં આવે છે, જ્યાં તેને દહીંમાં રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ બાકીનું પાણી કાઢી નાખવામાં આવે છે. આટલું કર્યા બાદ તમને અઢી થી ત્રણ કિલોગ્રામ ટોફુ (સોયા પનીર) મળી આવે છે. જો તમે દરરોજ 30-35 કિલોગ્રામ ટોફુ બનાવવામાં સફળ થાઓ છો, તો તમે દર મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકો છો, તેવી સંભાવના છે.

7 / 9
ટોફુનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે 3 થી 4 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પ્રારંભિક રોકાણમાં ₹2 લાખના બોઈલર, જાર, સેપરેટર, એક નાનું ફ્રીઝર અને બીજા સાધનોની જરૂર પડશે. વધુમાં, તમારે ₹1 લાખમાં સોયાબીન ખરીદવાની જરૂર પડશે. ટોફુ તૈયાર કરવા માટે તમારે નિષ્ણાતોને પણ સાથે રાખવા પડશે.

8 / 9
આજકાલ સોયા દૂધ અને સોયા પનીરની ખૂબ માંગ છે. જણાવી દઈએ કે, સોયા દૂધ એ વનસ્પતિ આધારિત દૂધ છે, જે સોયાબીનને પલાળીને, પીસીને અને ઉકાળીને બનાવવામાં આવે છે. ટૂંકમાં તે સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. સોયા દૂધ દર્દીઓ માટે સ્વસ્થ અને ફાયદાકારક માનવામાં આવે છે. બીજું કે, સોયા ચીઝને 'ટોફુ' પણ કહેવામાં આવે છે.

9 / 9
માર્કેટિંગ માટે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકો છો. સરળ રીતે કહીએ તો, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તમે તમારી પ્રોડક્ટનું જોરશોરથી પ્રમોશન કરી શકો છો.