એક જ રૂટ પણ ભાડા અલગ-અલગ ! ઉબેર બાઈક કે રેપિડો ઓટો, કઈ રાઈડ તમારા ખિસ્સાને પરવડશે ?

શું તમે પણ રિક્ષા કે કેબ બુક કરતી વખતે સીધા 'બુક' બટન પર ક્લિક કરો છો? થોભો, કારણ કે સાઉથ બોપલથી ટીવી9 ગુજરાતી સુધીના એક જ રૂટ પર અલગ-અલગ એપ્સના ભાડા જોઈને તમે ચોંકી જશો. જણાવી દઈએ કે, અહીં દર્શાવેલ ભાડું પિક અવર્સ (6:00 PM To 7:30) મુજબનું છે.

| Updated on: Feb 11, 2026 | 6:42 PM
1 / 5
ટીવી9 ગુજરાતીથી સાઉથ બોપલ જવા માટે ઉબેર અત્યારે સૌથી સસ્તા કેબ વિકલ્પો આપી રહ્યું છે. ઉબેર પર બાઈક રાઈડ માત્ર ₹34.34 માં ઉપલબ્ધ છે, જે બીજી તમામ એપ્સ કરતા ઓછી છે. આ ઉપરાંત, ઉબેર ગો (Uber Go) કેબનું ભાડું ડિસ્કાઉન્ટ સાથે ₹149.92 બતાવી રહ્યું છે. જો કે, અહીં ઓટોનું ભાડું ₹103.32 છે, જે મધ્યમ શ્રેણીમાં આવે છે.

2 / 5
રેપિડો પર અત્યારે માંગ વધુ હોવાને કારણે (Higher demand) ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે. અહીં ઓટોનું ભાડું ₹94 છે, જે ઓલા અને ઉબેર કરતા સસ્તું છે. જો કે, રેપિડો પર બાઈકનું ભાડું ₹62 છે અને પ્રીમિયમ કેબ (Cab Premium) માટે ₹264 જેટલું ઊંચો ભાવ ચૂકવવો પડી શકે છે.

3 / 5
ઓલા (Ola) ના સ્ક્રીનશોટ મુજબ, આ રૂટ પર તે બીજી એપ્સની સરખામણીએ થોડી મોંઘી સાબિત થઈ રહી છે. ઓલા પર ઓટોનું ભાડું ₹120 છે અને બાઈક રાઈડ ₹72 માં મળી રહી છે. જો તમે કેબ બુક કરવા માંગો છો, તો ઓલા મિની (Mini) નું ભાડું ₹174 થી શરૂ થાય છે.

4 / 5
ભારત ટેક્સીમાં 6.8 કિમીના આ અંતર માટે ઘણા બધા કેબ વિકલ્પો જોવા મળે છે. અહીં ઓટોનું ભાડું ₹96 છે, જે રેપિડોની ખૂબ જ નજીક છે. જો કે, મોટી ગાડીઓ જેવી કે XL કેબ માટે અહીં સૌથી વધુ ₹306 જેટલું ભાડું જોવા મળી રહ્યું છે અને AC Mini કેબનું ભાડું ₹184 છે.

5 / 5
સાઉથ બોપલથી ટીવી9 ગુજરાતી સુધીના પ્રવાસ માટે ચારેય એપ્સની સરખામણી કરતા સ્પષ્ટ થાય છે કે, મુસાફરીના પ્રકાર મુજબ અલગ-અલગ એપ સસ્તી પડે છે. જો તમે બાઈક પર જવા માંગતા હોવ તો ઉબેર (Uber) માત્ર ₹34.34 માં સૌથી સસ્તો વિકલ્પ આપે છે, જ્યારે ઓલા અને રેપિડો પર તેના કરતા બમણું ભાડું છે. રિક્ષા (Auto) માટે રેપિડો (Rapido) ₹94 અને ભારત ટેક્સી ₹96 સાથે સૌથી સસ્તો વિકલ્પ છે, જ્યારે ઓલા પર ઓટોનું ભાડું ₹120 જેટલું ઊંચું છે. કેબની વાત કરીએ તો, ઉબેર ગો (Uber Go) ₹149.92 માં સૌથી સસ્તો વિકલ્પ પૂરો પાડે છે, જ્યારે ભારત ટેક્સી અને રેપિડોની પ્રીમિયમ અથવા મોટી ગાડીઓ (XL/Premium) ₹264 થી ₹306 સુધીબુ ભાડું લે છે, જે મોંઘું છે.