શા માટે કારને ક્યારેય રિઝર્વ ફ્યુઅલ પર ન ચલાવવી જોઈએ? જાણો… રિઝર્વમાં ગાડી ચલાવવાના ગેરફાયદા

જો તમે પણ ફ્યુઅલ ઓછું હોવા છતાં ગાડી ચલાવ્યા રાખો છો, તો ચેતી જજો. રિઝર્વ ફ્યુઅલ માત્ર ઇમરજન્સી માટે છે, રોજિંદા વપરાશ માટે નહીં. આ આદત તમને મોટો ખર્ચ લાવી શકે છે.

| Updated on: Jul 04, 2026 | 5:18 PM
1 / 8
ઘણા વાહનચાલકોમાં એક આદત હોય છે કે જ્યાં સુધી ગાડીમાં પેટ્રોલ કે ડીઝલની પીળી લાઈટ (Reserve Fuel Light) ન થાય, ત્યાં સુધી તેઓ પેટ્રોલ પંપ પર જતા નથી. દેખાવમાં આ આદત સામાન્ય લાગે છે, પરંતુ લાંબા ગાળે તે તમારી મોંઘીદાટ કારને મોટું નુકસાન પહોંચાડી શકે છે. મોટાભાગના લોકો એમ માને છે કે રિઝર્વ ફ્યુઅલનો ઉપયોગ રોજિંદા ડ્રાઇવિંગ માટે સેફ છે, પરંતુ વાસ્તવમાં આ ઇંધણ માત્ર કટોકટી એટલે કે ઇમરજન્સીના સમય માટે જ રાખવામાં આવે છે.

2 / 8
રિઝર્વ ફ્યુઅલનો સાચો અર્થ શું છે? જ્યારે તમારી ગાડીમાં લો-ફ્યુઅલ લાઈટ ચાલુ થાય છે, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે ટાંકીમાં ઇંધણનું સ્તર એકદમ તળિયે પહોંચી ગયું છે અને હવે માત્ર થોડા જ લીટર પેટ્રોલ બચ્યું છે. આ બચેલું ઇંધણ રોજ વાપરવા માટે નથી હોતું, પરંતુ તેની મદદથી તમે નજીકના પેટ્રોલ પંપ સુધી સુરક્ષિત રીતે પહોંચી શકો તે માટે હોય છે. જો તમે આ જ સ્થિતિમાં સતત ગાડી ચલાવો છો, તો તમે મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા છો.

3 / 8
ફ્યુઅલ પંપ બગડવાનું સૌથી મોટું જોખમ: તમારી કારની ફ્યુઅલ સિસ્ટમમાં 'ફ્યુઅલ પંપ' એક ખૂબ જ મહત્વનો ભાગ છે. આ પંપ ફ્યુઅલ ટાંકીની અંદર આવેલો હોય છે અને તેને ઠંડો રાખવા તેમજ તેમાં ઘર્ષણ ન થાય તે માટે પેટ્રોલ કે ડીઝલ પોતે જ લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. જ્યારે ટાંકીમાં ઇંધણ બહુ ઓછું હોય, ત્યારે પંપ ઇંધણને બદલે હવા ખેંચવા લાગે છે. આના કારણે પંપ ઝડપથી ગરમ થઈ જાય છે અને ઘસાઈ જાય છે. સમય જતાં ફ્યુઅલ પંપ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે, જેને બદલવાનો ખર્ચ ઘણો મોટો આવે છે.

4 / 8
એન્જિનમાં કચરો જવાનું જોખમ: સમયની સાથે દરેક ગાડીની ફ્યુઅલ ટાંકીના તળિયે નાનો-મોટો કચરો, કાટ અથવા માટી જમા થતી રહે છે. જ્યારે તમે રિઝર્વ ફ્યુઅલ પર ગાડી ચલાવો છો, ત્યારે પંપ તળિયેથી જ ઇંધણ ખેંચે છે, જેના કારણે આ કચરો પણ સાથે ખેંચાઈ આવે છે. આ કચરો ફ્યુઅલ ફિલ્ટરને બ્લોક કરી શકે છે અને એન્જિનના ઇન્જેક્ટર્સને નુકસાન પહોંચાડીને એન્જિનની ક્ષમતા ઘટાડે છે.

5 / 8
એન્જિનના પર્ફોર્મન્સ પર સીધી અસર: ઇંધણનું સ્તર ઓછું હોવાને કારણે એન્જિન સુધી પેટ્રોલનો સપ્લાય સરખી રીતે થતો નથી. આના કારણે ગાડી ચાલુ રાખવામાં મુશ્કેલી પડે છે, એન્જિન મિસફાયર થાય છે અને સ્પીડ વધારતી વખતે ગાડી પાવર પકડી શકતી નથી. પેટ્રોલ કારમાં આ સમસ્યાના લીધે કેટાલિટીક કન્વર્ટર પણ ખરાબ થઈ શકે છે, જે ખૂબ જ મોંઘો પાર્ટ છે.

6 / 8
રસ્તા વચ્ચે અચાનક અટવાઈ જવાનું જોખમ: ચાલુ ટ્રાફિકમાં કે હાઈવે પર અચાનક પેટ્રોલ ખલાસ થઈ જવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. જો ચાલુ ગાડીએ એન્જિન બંધ થઈ જાય, તો સ્ટીયરિંગ હાર્ડ થઈ જાય છે અને બ્રેક પણ બરાબર કામ કરતી નથી. આવી સ્થિતિમાં પાછળથી આવતા વાહનો સાથે અકસ્માત થવાનું જોખમ વધી જાય છે.

7 / 8
ફ્યુઅલ મીટર પર આંધળો વિશ્વાસ ન કરો: ઘણા ડ્રાઇવર્સ સ્ક્રીન પર દેખાતા ફ્યુઅલ મીટર કે રેન્જ પર પૂરો ભરોસો રાખે છે, પરંતુ આ મીટર હંમેશા 100 ટકા સાચું નથી હોતું. રસ્તાનો ઢાળ, ગાડી ચલાવવાની રીત અને સેન્સરની ખામીના કારણે મીટર ક્યારેક ખોટું રીડિંગ બતાવે છે. બની શકે કે મીટર જેટલું પેટ્રોલ બતાવે છે, તેના કરતાં ઓછું પેટ્રોલ ટાંકીમાં હોય.

8 / 8
બચવાનો સરળ ઉપાય: આ તમામ મોંઘા નુકસાન અને અકસ્માતથી બચવા માટે હંમેશા એક નિયમ બનાવો કે ગાડીની ફ્યુઅલ ટાંકી ઓછામાં ઓછી ચોથા ભાગની (One-Quarter) ભરેલી જ રાખવી. આ નાની આદત તમારી કારના એન્જિનને લાંબુ આયુષ્ય આપશે અને તમને રસ્તા વચ્ચે અટવાઈ જવાથી બચાવશે.

Follow Us
Loading...
Unable to load recommendations.