
ઘણા લોકો માને છે કે તેને ઓછામાં ઓછું રાખવું જોઈએ કારણ કે તેનાથી આંખો પર ઓછું દબાણ આવે છે. તો ઘણા લોકો માને છે કે તેને વધારવી જોઈએ જેથી સ્ક્રીન પર કંઈક લખેલું જોવા માટે આંખો પર વધુ દબાણ ન આવે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

ત્યારે આ અંગે નિષ્ણાતો કહે છે કે ફોનની બ્રાઈટનેસની કોઈ સેટ પેટર્ન નથી. ખૂબ જ ઓછી બ્રાઈટનેસને કારણે તમારે કઈ પણ લખેલુ વાચવામાં ઘણું દબાણ આવે છે તો વધુ પડતી બ્રાઈટનેસ તમારી આંખોમાં પાણી નીકળવા અને બળતરા જેવી સમસ્યા કરી શકે છે. તે જ સમયે, રાત્રે 50 ટકાથી વધુ તેજને કારણે આંખોમાં સમસ્યા થતી હોય છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

જો કે, એક નાની વાતનું ધ્યાન રાખવાથી આંખોને ફોનની બ્રાઈટનેસથી પરેશાન થવાથી બચાવી શકાય છે. નિષ્ણાતોના મતે ફોનની બ્રાઈટનેસ હંમેશા આસપાસના પ્રકાશના પ્રમાણમાં હોવી જોઈએ. જેમ કે જો તમે બહાર જતા હોવ તો ફોનની બ્રાઈટનેસ વધારવી. તે જ સમયે, જો રાત્રે અંધારામાં હોય તો તે મુજબ ઘટાડી દેવી જેનાથી આંખોને કોઈ પણ પ્રકારનું દબાણ આવશે નહીં. ( ફોટો ક્રેડિટ- ગુગલ )