
પાલક, મેથી અને સરસવ જેવી શિયાળાની શાકભાજી ફાઇબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. તે શરીરમાં ફેટ જમા થતો અટકાવે છે અને હૃદયનું રક્ષણ કરે છે.

ઓલિવ તેલમાં રહેલું મોનોઅનસેચ્યુરેટેડ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. તમે તેનો ઉપયોગ રસોઈ અથવા સલાડમાં કરી શકો છો.

લસણમાં રહેલા સલ્ફર સંયોજનો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ખાલી પેટે દરરોજ લસણની એક કળી ખાવાથી હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)