રેડ એલર્ટ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’ સફળ, નર્મદામાં 72 કલાકમાં 101 સગર્ભાઓને હોસ્પિટલમાં ખસેડાઈ

નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ અને ભારે વરસાદ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’ સફળ રહ્યું. 72 કલાકમાં 101 સગર્ભાઓને સલામત રીતે હોસ્પિટલ ખસેડી, જેમાંથી 25ની સફળ પ્રસૂતિ થઈ.

| Updated on: Aug 01, 2026 | 5:19 PM
1 / 6
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્રએ સમયસર આયોજન કરીને અનેક સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓનું જીવન સુરક્ષિત રાખવામાં સફળતા મેળવી છે. ‘ઓપરેશન સેફ ડિલિવરી’ અંતર્ગત છેલ્લા 72 કલાકમાં 101 સગર્ભા મહિલાઓને સલામત રીતે આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી 25 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

2 / 6
ભારે વરસાદને કારણે રસ્તા બંધ થવાની અને ગામોનો સંપર્ક તૂટી જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે આગોતરી કાર્યવાહી હાથ ધરી હતી. તા. 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 15 ઓગસ્ટ, 2026 પહેલાં સંભવિત ડિલિવરી તારીખ ધરાવતી 142 સગર્ભા મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ જોખમગ્રસ્ત વિસ્તારોમાં રહેતી 101 મહિલાઓને સમયસર નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી.

3 / 6
જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. ઝંખના વસાવાએ જણાવ્યું હતું કે આગોતરા આયોજન અને આરોગ્ય ટીમોની સતત કામગીરીના પરિણામે અત્યાર સુધી કુલ 25 મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. તાલુકાવાર જોવામાં આવે તો ગરુડેશ્વરમાં 6, નાંદોદમાં 6, ચિકદામાં 5, સાગબારામાં 4, તિલકવાડામાં 3 અને દેડીયાપાડામાં 1 પ્રસૂતિ નોંધાઈ છે.

4 / 6
ડૉ. વસાવાના જણાવ્યા અનુસાર તમામ 25 માતાઓ અને તેમના નવજાત શિશુઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને જરૂરી તબીબી દેખરેખ હેઠળ છે. તેમણે જણાવ્યું કે રેડ એલર્ટની સ્થિતિમાં પણ આરોગ્ય વિભાગે કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય નહીં તે માટે સતત મોનિટરિંગ અને ઝડપી પ્રતિસાદની વ્યવસ્થા રાખી હતી.

5 / 6
આ કામગીરીનો લાભ મેળવનાર નાની રાવલ ગામની સગર્ભા નયનાબેન તડવીના પરિવારજનોએ જિલ્લા આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારે વરસાદને કારણે સમયસર હોસ્પિટલ પહોંચવાની ચિંતા હતી, પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગની સતર્કતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ઝડપી મદદથી નયનાબેનને સમયસર ગરુડેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

6 / 6
પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે હોસ્પિટલમાં સલામત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને હાલમાં માતા તેમજ નવજાત શિશુ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. જિલ્લા આરોગ્ય તંત્રની આ આગોતરી યોજના અને ઝડપી કામગીરીએ અનેક પરિવારોને મુશ્કેલ પરિસ્થિતિમાં મોટી રાહત આપી છે.

Published On - 5:18 pm, Sat, 1 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.