
Only For Love એક રોમેન્ટિક અને મોર્ડન લવ સ્ટોરી, કોમેડી ડ્રામા છે, જેમાં પ્રેમ અને પ્રોફેશન વચ્ચેના સંઘર્ષને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. સ્ટોરી એક ઉત્સાહી મહિલા પત્રકાર અને એક સફળ પરંતુ ગંભીર બિઝનેસમેનની આસપાસ ફરે છે. શરૂઆતમાં બંને વચ્ચે મતભેદ હોય છે, પરંતુ સમય જતાં આ વ્યાવસાયિક સંબંધ પ્રેમમાં બદલાય છે. ડ્રામામાં હળવો રોમાન્સ, ઇમોશનલ સીન અને આકર્ષક કેમિસ્ટ્રી દર્શકોને છેલ્લાં એપિસોડ સુધી બાંધી રાખે છે. આમાં Season 1 અને કુલ Episodes 36 છે

My Boss એક ઓફિસ રોમેન્ટિક ડ્રામા છે, જેમાં એક મહેનતી મહિલા અને તેના સ્ટ્રિક્ટ બોસ વચ્ચે વિકસતી લવ સ્ટોરી બતાવવામાં આવી છે. શરૂઆતમાં બોસનો કડક સ્વભાવ અને કામનો દબાણ બંને વચ્ચે અંતર ઉભું કરે છે, પરંતુ સાથે કામ કરતા કરતા બંને એકબીજાની લાગણીઓને સમજવા લાગે છે. ડ્રામા પ્રેમ સાથે કારકિર્દી, આત્મસન્માન અને સંઘર્ષનો પણ સંદેશ આપે છે. આમાં Season 1 અને કુલ Episodes 36 છે

Doom At Your Service એક અનોખી ફેન્ટસી-રોમેન્ટિક કોમેડી ડ્રામા છે. સ્ટોરી એક એવી યુવતીની છે, જેને ગંભીર બીમારી હોય છે અને તે પોતાના જીવનથી હારી જાય છે. એ દરમિયાન “Doom” નામનું એક અલૌકિક પાત્ર તેના જીવનમાં પ્રવેશે છે. 100 દિવસના કરારથી શરૂ થયેલી આ વાર્તા ધીમે ધીમે પ્રેમ બલિદાન અને જીવનના અર્થ સુધી પહોંચે છે. ડ્રામા ઈમોશનલ ડેપ્થ અને ફેન્ટસી તત્વો માટે ખાસ ઓળખાય છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે

When I Fly Towards You એક મીઠી અને સિમ્પલ ટીનએજ લવ સ્ટોરી છે. સ્કૂલ જીવન, પ્રથમ પ્રેમ, મિત્રતા અને યુવાનીના સપનાઓને આ ડ્રામામાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. સ્ટોરીમાં કોઈ મોટા વિલન નથી, પરંતુ લાગણીઓ અને જીવનના નાનકડા સંઘર્ષો છે, જે દરેક યુવાન દર્શકને પોતાની સાથે જોડે છે. આમાં Season 1 અને કુલ Episodes 25 છે

Ghost Doctor એક મેડિકલ ફેન્ટસી ડ્રામા છે, જેમાં એક પ્રતિભાશાળી સર્જન અકસ્માત પછી કોમામાં જાય છે અને તેની આત્મા બીજા ડોક્ટરના શરીરમાં પ્રવેશે છે. બંને ડોક્ટરો મળીને દર્દીઓની જિંદગી બચાવે છે. ડ્રામામાં મેડિકલ થ્રિલ, હળવો હાસ્ય, ઇમોશનલ સીન અને મિત્રતાનો સંદેશ જોવા મળે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે

આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવી રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

તમે આ તમામ વેબ સીરીઝી MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.