
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ શરૂ છે. અત્યાર સુધી સવારે ઠંડી અને બપોરે થોડી ગરમી અનુભવાતી હતી. જો કે હવે તાપમાનનો પારો ઉંચકાતા અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.

દિવસ દરમિયાન ગરમીની સાથે રાત્રિ દરમિયાન પણ ઉકળાટ અનુભવાય છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પારો 30 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે.


આવા કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. આ માટે શક્કરટેટી અને તરબૂચ જેવા પાણીયુક્ત ફળોનું સેવન કરવું જોઈએ.

ઉનાળામાં શક્કરટેટી અને તરબૂચ બન્ને ફળો લોકપ્રિય હોય છે. નિષ્ણાતોના મુજબ, બંન્નેમાં પાણીની માત્રા વધારે હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે.

શક્કરટેટીમાં આશરે 80થી 85% પાણી હોઈ શકે છે જ્યારે તરબૂચમાં આશરે 80થી 95% પાણી હોઈ શકે છે.

નિષ્ણાતોના મુજબ, તરબૂચમાં પાણી શક્કરટેટી કરતા થોડું વધારે હોય છે. બંન્ને ફળ શરીરને ઠંડક આપે છે અને રોગપ્રતિકારક શક્તી વધારે છે.

શક્કરટેટી પોષણ માટે સારી હોઈ શકે છે. બંને ફળો ડિહાઇડ્રેશનથી બચાવે છે. તરબૂચ વધુ રસદાર ફળ છે. બંને ફળો આરોગ્ય માટે ફાયદાકારક સાબિત છે.