Ragda Pattice Recipe : મુંબઈની ફેમસ રગડા પેટીસ હવે ઘરે બનાવો, સ્વાદ એવો કે વારંવાર ખાવાનું મન થશે

ભારતમાં વિવિધ શહેરોમાં એક અલગ ડિશ પ્રસિદ્ધ હોય છે. સુરતીની ઘારી, કોલકાતાના રસગુલ્લા,રાજસ્થાનની દાળ-બાટી આવી જ રીતે મુંબઈમાં વડાપાવની સાથે ચટપટી રગડા પેટીસ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. ખાસ કરીને રગડા પેટીસનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. ક્રિસ્પી બટાકાની પેટીસ, મસાલેદાર સફેદ વટાણાનો રગડો અને ઉપરથી ખાટી-મીઠી ચટણીનો સ્વાદ આ વાનગીને ખાસ બનાવે છે. હવે મુંબઈ ગયા વિના જ તમે આ સ્ટ્રીટ ફૂડ ઘરે બનાવી શકો છો. જાણો તેની સરળ રેસિપી.

| Updated on: Nov 25, 2026 | 1:05 PM
1 / 7
મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડમાં રગડા પેટીસનો પણ સમાવેશ થાય છે. રસ્તાની નાની લારીઓથી લઈને જાણીતી ચાટની દુકાનો સુધી આ વાનગીનો સ્વાદ લોકોને આકર્ષણનું કેન્દ્ર બને છે. ગરમાગરમ સફેદ વટાણાનો રગડો, ઉપરથી ક્રિસ્પી બટાકાની પેટીસ અને ચટપટી ચટણીઓનું કોમ્બિનેશન તેને ખાસ બનાવે છે. વરસાદી વાતાવરણ હોય કે શિયાળાની સાંજ, આ ચાટ ખાવાની મજા જ અલગ છે.

2 / 7
સૌથી પહેલાં રગડા પેટીસ માટે બટાકાની ટિક્કી તૈયાર કરવી પડશે. તેના માટે ત્રણ મધ્યમ કદના બાફેલા બટાકા, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી લસણ-લીલા મરચાંની પેસ્ટ અને ત્રણ સફેદ બ્રેડની સ્લાઇસ લો. બ્રેડની કિનારીઓ કાઢી નાખો. આ બધી સામગ્રી પેટીસને યોગ્ય આકાર અને સ્વાદ આપવામાં મદદ કરશે. ઉપરાંત પેટીસ તળવા માટે તેલ પણ રાખો.

3 / 7
રગડા પેટીસનો અસલી સ્વાદ તેના મસાલેદાર રગડામાં છુપાયેલો છે. તેને બનાવવા માટે બે કપ સફેદ વટાણા લો. વટાણાને અગાઉથી પલાળીને મીઠું અને હળદર નાખીને બાફી લો. હવે એક પેનમાં બાફેલા વટાણા અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. ધ્યાન રાખો કે રગડો બહુ પાતળો કે વધારે ઘટ્ટ ન બને. તેની યોગ્ય ઘટ્ટતા જ સ્વાદ વધારે છે.

4 / 7
એક વાસણમાં છીણેલા બાફેલા બટાકા લો. તેમાં મીઠું, લસણ-લીલા મરચાંની પેસ્ટ અને બ્રેડના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને પાંચથી દસ મિનિટ માટે બાજુ પર રાખો. ત્યારબાદ તેના નાના ગોળ આકારના પેડા બનાવી ટિક્કી તૈયાર કરો. હવે ગરમ તેલમાં બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

5 / 7
રગડા પેટીસને સ્વાદિષ્ટ બનાવવા માટે માત્ર પેટીસ અને રગડો પૂરતા નથી. તેમાં લીલી ચટણી, ખાટી-મીઠી ચટણી અને સૂકી લસણની ચટણીનો પણ ઉપયોગ થાય છે. આ ઉપરાંત બારીક સમારેલી ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં, દેગી લાલ મરચું, શેકેલું જીરું પાઉડર અને ચાટ મસાલો તૈયાર રાખો. આ બધી સામગ્રી વાનગીને ચટપટો સ્વાદ આપે છે.

6 / 7
હવે એક સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ સફેદ વટાણાનો રગડો પાથરો. તેના પર લીલી અને ખાટી-મીઠી ચટણી ઉમેરો. ત્યારબાદ તૈયાર કરેલી બટાકાની ક્રિસ્પી પેટીસ ગોઠવો. હવે ઉપરથી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં અને સૂકી લસણની ચટણી ઉમેરો. આ રીતે તમારી રગડા પેટીસનો મુખ્ય બેઝ તૈયાર થઈ જશે.

7 / 7
છેલ્લે રગડા પેટીસને વધુ આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપરથી બારીક સેવ, તાજાં કોથમીરનાં પાન, દાડમના દાણા, શેકેલું જીરું પાઉડર અને ચાટ મસાલો છાંટો. સાથે લીંબુની ફાચર પણ મૂકો. તૈયાર છે મુંબઈની ફેમસ સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પેટીસ. તેને ગરમાગરમ સર્વ કરો અને ઘરે જ મુંબઈના સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણો.

Follow Us
Loading...
Unable to load recommendations.