
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (રિલાયન્સ રિટેલ) ની મૂળ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. રિલાયન્સ રિટેલ 18,836 થી વધુ સ્ટોર્સ અને ડિજિટલ ઈ-કોમર્સ પ્લેટફોર્મનું ઓમ્ની-ચેનલ નેટવર્ક ચલાવે છે. રિલાયન્સ રિટેલે તેની નવી વાણિજ્ય પહેલ દ્વારા 30 લાખથી વધુ વેપારીઓ સાથે ભાગીદારી કરી છે.

નાણાકીય વર્ષ 2023-24માં રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડની આવક 17.8 ટકા વધીને રૂપિયા 3.06 લાખ કરોડ થઈ છે. માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલની કુલ આવક વાર્ષિક ધોરણે 10.62 ટકા વધીને રૂપિયા 76,627 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન તેનો ચોખ્ખો નફો 11.7 ટકા વધીને રૂપિયા 2,698 કરોડ થયો છે. તેની એબિટડા આવક (કર પહેલાંની કમાણી) માર્ચ ક્વાર્ટરમાં 18.5 ટકા વધીને રૂપિયા 5,823 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ રૂપિયા 4,914 કરોડ હતી. રિલાયન્સ રિટેલે માર્ચ ક્વાર્ટરમાં 796 નવા સ્ટોર ખોલ્યા છે. સ્ટોર્સની મુલાકાત લેતા ગ્રાહકોની સંખ્યા 24.2 ટકા વધીને 272 મિલિયનથી વધુ થઈ છે.