
Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના નિવેદન અનુસાર, નવી એપ દ્વારા ભવિષ્યમાં ગ્રાહકોને લોન આપવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ અને હોમ લોનમાં રોકાણ કરવા સુધીની સેવાઓ પૂરી પાડવામાં આવશે. કંપનીનું કહેવું છે કે 'Jio ફાઇનાન્સ એપ' એક પ્રકારની ફાઇનાન્શિયલ સુપર એપ હશે, જે દરેક વર્ગના લોકોને એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના નાણાકીય ઉત્પાદનો પ્રદાન કરશે.

Jio Finance એપની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકોને તરત જ ડિજિટલ એકાઉન્ટ ખોલવાની સુવિધા મળશે. આ એપ પર ગ્રાહકો 'Jio Payments Bank Account' ખોલી શકશે, જે માત્ર ડિજિટલ રીતે જ ખોલવામાં આવશે. આ ખાતું પેટીએમ પેમેન્ટ્સ બેંક અથવા કોટક મહિન્દ્રા બેંકના 811 ખાતા જેવું જ હશે.