
Jio ના સત્તાવાર પોર્ટલ પર 196GB ડેયા વાળો ખાસ રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ડેટા, કોલિંગથી લઈને તમામ લાભ મળવાના છે ત્યારે ચાલો જાણીએ આ પ્લાનમાં બીજા કયા કયા લાભ મળે છે.

Jioનો આ રિચાર્જ પ્લાન 98 દિવસની વેલિડિટી સાથે છે. એટલે કે 3 કે 3.5 મહિના સુધી તમારે બીજુ રિચાર્જ કરવાની ઝંઝટ નહીં રહે તેમજ આ પ્લાનની કિંમત માત્ર 999 રુપિયા છે એટલે કે 1000 રુપિયામાં આ લાંબી વેલિડિટીનો લાભ મળી જશે.

₹999 Jio રિચાર્જ પ્લાનમાં રોમિંગ કવરેજ સાથે અમર્યાદિત કૉલિંગનો સમાવેશ થાય છે. આ સાથે વપરાશકર્તાઓને ₹999 Jio રિચાર્જ પ્લાન સાથે દૈનિક 2GB ડેટા મળે છે, જે કુલ 198GB ડેટા છે.

₹999 Jio રિચાર્જ પ્લાન સમગ્ર 98-દિવસની માન્યતા અવધિ માટે દરરોજ 100 SMS પ્રદાન કરે છે. Jio રિચાર્જ પ્લાનમાં ખાસ Jio ઑફર્સ પણ સામેલ છે, જેમ કે Jio Hotstar મોબાઇલનું ત્રણ મહિનાનું સબ્સ્ક્રિપ્શન મળે છે.

આ Jio રિચાર્જ પ્લાન JioAICloud ની ઍક્સેસ આપે છે, જે 50GB મફત સ્ટોરેજ ઓફર કરે છે.આ Jio રિચાર્જ પ્લાનમાં 18 મહિના માટે Google Gemini Pro પ્લાનનું મફત સબ્સ્ક્રિપ્શન સામેલ છે.

ગૂગલ જેમિની પ્રો પ્લાન 5,000GB ક્લાઉડ સ્ટોરેજ સાથે આવે છે અને તેમાં નેનો બનાનાની મફત ઍક્સેસ સામેલ છે.